US એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે ઓલ-ટાઇમ રેકોર્ડ જાહેર કર્યો, 1 લાખ 40 હજારથી વધુ વિઝા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા
Live TV
-
ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે વિદ્યાર્થી વિઝાનો ઓલ-ટાઇમ રેકોર્ડ જાહેર કર્યો
ભારતમાં US એમ્બેસી અને તેના કોન્સ્યુલેટ્સે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે વિદ્યાર્થી વિઝાનો ઓલ-ટાઇમ રેકોર્ડ જાહેર કર્યો છે. અમેરિકન દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોએ 6 લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા જાહેર કર્યા છે. જેમાંથી 1 લાખ 40 હજારથી વધુ વિઝા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા છે. US એમ્બેસીએ બિઝનેસ અને પર્યટન માટે લગભગ 80 લાખ વિઝિટર વિઝા જાહેર કર્યા છે, જે 2015 પછીના કોઈપણ નાણાકીય વર્ષ કરતાં વધુ છે. ગત વર્ષે 12 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. હવે વિશ્વભરમાં તમામ વિઝા અરજી કરનારાઓમાં 10 ટકાથી વધુ ભારતીયો છે.