Submitted by gujaratdesk on
1. ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યોની ચુંટણીનું પરિણામ ભાજપ માટે લાવ્યું અચ્છે દિન.ત્રિપુરા અને નાગાલેંડમાં સરકાર રચશે ભાજપ.સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોએ કરી વિજયની ઉજવણી
2. ત્રિપુરા અને નાગાલેંડના વિજયના શિલ્પી તરીકે પીએમ મોદીને વર્ણવતાં અમિત શાહ. પીએમ મોદીએ ટ્વીટ કરીને ત્રણે રાજ્યોની જનતાને આકાંક્ષાઓ પૂર્ણ કરવાનું આપ્યુ વચન
3. વિયેટનામના રાષ્ટ્રપતિ ભારતના ત્રણ દિવસના પ્રવાસે. ગાર્ડ ઓફ ઓનર દ્વારા કરાયુ સંમાન.કૃષિ, ઉર્જા અને વ્યાપારના ક્ષેત્રે ત્રણ સમજૂતીના કરાર.એશિયાપેસિફિક પ્રદેશમાં વિયેટનામ સાથેના સુદ્રઢ સંબંધોની સકારાત્મક અસરોની બંને દેશોને આશા
4. ભાજપની પાર્લામેટ્રી બોર્ડની દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠક.ત્રિપુરા અને નાગાલેંડના મુખ્યમંત્રીઓના નામની ચર્ચા.આગામી દિવસોમાં યોજાનારી રાજ્યસભાની ખાલી પડતી બેઠકો માટેના ઉમેદવારની ચર્ચા.ગુજરાતની ચાર બેઠકોના ઉમેદવારોના નામની પણ થશે ચર્ચા
5. રાજ્યમાં જળસંકટના નિવારણ માટેની સરકાર દ્વારા વ્યૂહરચના.નાગરિકોને પાણીની કોઇપણ સમસ્યા ન પડે તે માટે ગાંધીનગર ખાતે યોજાઇ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ઉચ્ચસ્તરીય બેઠક
7. અમદાવાદના 2008ના સિરીયલ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ તૌકીર 20 દિવસના ક્રાઇમ બ્રાંચના રિમાન્ડ પર.સાબરમતી સેન્ટ્રલ જેલમાં બનાવાયેલી વિશેષ કોર્ટમાં કરાયો રજૂ.
8. વન્યપ્રાણીઓને અભય બનાવી પર્યાવરણ-વનની જાળવણીમાં ગુજરાત દેશમાં આગેવાની લેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં -મુખ્યમંત્રી રૂપાણી
સાસણ ગીર ખાતે રાષ્ટ્રીયકક્ષાનાં વિશ્વ વન્યજીવન દિવસની થયેલી ઉજવણીમાં એપ દ્વારા વન્યસૃષ્ટી અંગેની માહિતી મેળવવા લોકોને અપીલ કરતાં કેન્દ્રિય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન