Submitted by gujaratdesk on
રાજય ની નર્મદા, તાપી, મહી, લૂણી ,અને સાબરમતી નદી પર ,રાષ્ટ્રીય આંતરિક જળ માર્ગ વિકસાવી ,માલ સામાન પરિવહન ની સંભાવના પર ,ભાર મૂકતા કેન્દ્રિય મંત્રી શ્રી, મનસુખભાઇ માંડવિયા - સુરત ખાતે ,સ્ટેકહોલડર કોન્ફરન્સ યોજાઇ.
2. આજે રાષ્ટ્રીય, કૃમિ નાશક દિવસ નિમિત્તે ,રાજય સહિત ,દેશ ભર માં ,બાળકો માં, કૃમિ ની બીમારી ને ,નેસ્ત-નાબૂદ કરવા માટે ,લોકોપયોગી કાર્યક્રમો
- કેન્દ્ર સરકાર, રાજય સરકાર, અને વિવિધ ખાનગી સંસ્થાઓ ,આ નેક કામ માં ,સહયોગ માટે તત્પર.
3. સિકલસેલ થી પ્રભાવિત ,એવા આદિવાસી પંથક ,તાપી જીલ્લા માં ,રાજય સરકાર ના ,સહયોગતી ,પ્રથમવાર સિકલસેલ ના દર્દીઓ માટે ,હેલ્થ કાર્ડ નું ,વિતરણ શરૂ - બીજી તરફ ,વ્યારા સિવિલ હોસ્પીટલ ના ,ક્ષય ના દર્દીઓ માટે ,રાજય સરકાર દ્વારા ,અદ્યતન લેબ પણ ,શરૂ કરવા માં આવી.
4. અમદાવાદ શહેર ની સમીપે ,ખૂબ જ સુંદર, પ્રાકૃતિક થોળ તળાવ ખાતે ,યાયાવર પક્ષીઓની ,સંખ્યા ની માહીતી મેળવવા ,ચાલી રહેલી ,પક્ષી ગણતરી.
5. ન્યાયતંત્રને ઝડપી બનાવવા રાષ્ટ્રમાં ઠેરઠેર યોજાઇ રહેલી લોકઅદાલતો - પંચમહાલ અને જામનગરમાં પણ ઘણાં કેસોનો આવેલો ઝડપી અને સમાધાનકારી ઉકેલ.
6. જહોનીસબર્ગમાં દક્ષિણ આફ્રિકા - ભારત વચ્ચેની ચોથી વન ડેમાં વરસાદના વિધ્ન પછી મેચ ફરી શરૂ - શિખર ધવનની સદીની મદદથી ભારત મજબૂત સ્થિતિમાં - દક્ષિણ આફ્રિકા માટે મેચ જીતવી એ પ્રતિષ્ઠા તો ભારત મેચ જીતતા જીતી જશે શ્રેણી.
7. વર્તમાન સમય માં ,વિવિધ ગુના ના ઉકેલ માં ,ફોરેન્સિક સાયંસ ની ભૂમિકા ,મહત્વપૂર્ણ હોવાનું જણાવતા ,કેન્દ્રિય ગૃહ મંત્રી ,રાજનાથસિંહ - ગુજરાત ના આંગણે ,અમદાવાદ ખાતે યોજાયેલી ,24 મી ,ઓલ ઇન્ડિયા ફોરેન્સીક સાયંસ કોન્ફરન્સ નો ,પ્રારંભ.
8. પેલેસ્ટાઇન ,ભારત વચ્ચે, છ સમજૂતી કરારો પર થયા ,હસ્તાક્ષર - સંયુક્ત પત્રકાર પરિષદ માં ,પ્રધાન મંત્રી ને મળેલા ,સન્માન નો આપ્યો ,શ્રી મોદી એ ,પ્રત્યુત્તર - પેલેસ્ટાઇન ગયેલા ભારત ના પ્રધાનમંત્રી, નરેન્દ્ર મોદી એ ,પેલેસ્ટાઇન પ્રમુખ ને આપેલી ,સર્વ સહાય ની બાંહેધરી