Submitted by gujaratdesk on
1. દુમકા કોષાગાર ઘાસચારા કૌભાંડ મામલે રાંચીની વિશેષ સીબીઆઇ અદાલતે ચોથા કેસમાં બિહારના પૂર્વ મંત્રી અને આરજેડી સુપ્રિમો લાલુપ્રસાદ યાદવને બે કલમ હેઠળ 14 વર્ષની જેલની ફટકારી સજા - ત્રીસ ત્રીસ એમ કુલ 60 લાખ રૂપિયાનો ફટકાર્યો દંડ
2. 2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પૂર્વોત્તર રાજ્યોની 25માંથી 21 લોકસભા બેઠકો જીતવાનું આપ્યું લક્ષ્ય - ભાજપ અધ્યક્ષ અમિત શાહે સંસદને સુચારૂ રૂપે ચલાવવા માટે કરી માંગણી - અમિત શાહનો આસામ પ્રવાસ
3. જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટાઇનમાયર આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી રહ્યા છે દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા - આ પૂર્વે જર્મનીના રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિભવનમાં થયું ઔપચારિક સ્વાગત
4. દેશના નાગરિકોમાં જો દેશભક્તિ પ્રજ્વલિત હશે તોજ દેશ બચી શકશે તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - સાણંદ ખાતે શહીદ દિન નિમિત્તે યોજાયેલા વિરાંજલિ કાર્યક્રમમાં શહીદવીરોનું મરણોપરાંત સન્માન કરતા મુખ્યમંત્રી
5. બનાસકાંઠાના ડીસાના એરપોર્ટને એરફોર્સના એરબેઝ તરીકે વિકસાવવાની કેન્દ્ર સરકારની મંજૂરી બાદ નાણી ગામના સરપંચ ખુશખુશાલ - તો ડીસાના ધારાસભ્યે જણાવ્યું દેશની રક્ષાકાજે ડીસાની ભૂમિ કામમાં આવે તે ખૂબ જ જરૂરી
6. આજે વિશ્વ ક્ષયરોગ નિવારણદિવસની ઠેર ઠેર ઉજવણી - સંક્રામક બિમારીને અટકાવવા અને લોકોમાં રોગ સામે જાગૃતિ કેળવવા વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન - ટીબી હારેગા દેશ જીતેગાના સૂત્ર સાથે 2025 સુંધીમાં ક્ષયમુક્ત ભારત બનાવવા સરકારનું અભિયાન
7. આજે ચૈત્રી નવરાત્રીનો સાતમો દિવસ - મા કાલરાત્રીનું મંત્ર, તંત્ર સાથે પૂજન - તો સાંજના ભાગે નાગરિકોએ ઉજવ્યો આઠમનો તહેવાર - આવતીકાલે રાજ્યભરમાં મનાવાશે રામનવમીનો તહેવાર