Submitted by gujaratdesk on Thu, 04/05/2018 - 11:56 Language Gujarati નર્મદા મુદ્દે કૉંગ્રેસ પર મુખ્યપ્રધાનના આકરા પ્રહાર - નર્મદા વિરોધી મેધા પાટકરનું સમર્થન કરીને કૉંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે - કૉંગ્રેસ સ્વયં ગુજરાત વિરોધી છે 2.ચૂંટણી પૂર્વેના વચનના પાલન રૂપે 58 બિન અનામત જ્ઞાતિઓ માટેના આયોગની કચેરીનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરાવ્યો શુભારંભ - સૌનો સાથ સૌનો વિકાસના સંકલ્પનો પુનરોચ્ચાર 3.ઑસ્ટ્રેલિયાના ગૉલ્ડ કૉસ્ટમાં 21મા કૉમનવેલ્થ રમતોત્સવનો દબદબાભેર પ્રારંભ- પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ખેલાડીઓને પાઠવી શુભેચ્છા 4.ધોરણ-12 નું અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર ફરીથી લેવાના સીબીએસઈના નિર્ણયને પડકારતી પાંચ અરજીઓ ફગાવતી સુપ્રીમ કોર્ટ 5.દિલ્લીમાં મળી મોદી મંત્રીમંડળની બેઠક - માનવ અધિકાર સુધારા બિલને મંજૂરી સહિતના મહત્ત્વના નિર્ણયો લેવાયા 6.ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પદ ગ્રહણ કરતા અમિત ચાવડા - હોશ અને જોશનો સમન્વય હવે કોંગ્રેસનું ભવિષ્ય હશે અને કોંગ્રેસના બધા પદાધિકારીઓ કાર્યકર્તા બની મહેનત કરશે તેમ જણાવ્યુ 7.બાબાસાહેબ આંબેડકરના માર્ગે જ સરકાર ચાલતી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - છેવાડાના માનવી માટે કામ કરવું એ અમારું મિશન છે, તેમ પણ જણાવ્યું. 8.ચેમ્પિયન્સ લીગમાં ફૂટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો અદ્ભુત ગોલ - બાઇસિકલ કિક મારી કર્યો ગૉલ - ફૂટબૉલ પ્રેમીઓ રોનાલ્ડો પર વારી ગયા Video: News Bulletin Type: ન્યૂઝ ફોકસVideo Thumbs: