Submitted by gujaratdesk on
જળસંચય અભિયાનમાં પાણીના સંગ્રહ સાથે આવનારી પેઢીને કુદરતી સ્રોતોનો તૂટો ન પડે તેવો પ્રયત્ન જરૂરી હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - સુરેન્દ્રનગરમાં દૂધસાગર ડેરી પ્લાન્ટનું ઉદઘાટન તથા સી. યુ. શાહ મેડિકલ હોસ્પિટલનું લોકાર્પણ તેમજ તકતીનું અનાવરણ. 2. પહાડી વિસ્તારના ઢોળાવ અને ડુંગરા પરથી વહી જતા પાણીને સાચવવા વલસાડમાં કન્ટુર ટ્રેન્ચ જળ અભિયાનની વિશેષ પદ્ધતિનો ઉપયોગ - નાના ખાડામાં ભરાઈ રહેતા પાણીથી ઊંચુ આવશે જળસ્તર. 3. મનરેગા યોજના દ્વારા રોજગારી મેળવતા શ્રમિકોને સુજલામ્ સુફલામ્ યોજનાએ આપી રાહત - જૂનાગઢના બંટીયા અને ડુંગળી ગામે થઈ રહેલા માનવ યજ્ઞમાં 237 જગ્યાઓએ કામ કરતાં મજૂરોમાં આનંદ. 4. વિશ્વભરમાં આજે મધર્સ-ડેની થઈ રહેલી ઉજવણી - સમાજમાં માતા અને મહિલાઓની ઉપેક્ષા સામે જનજાગૃતિની તાતી જરૂરિયાત હોવાનો સામાજિક સંસ્થાઓનો મત. 5. માતાના અડગ ઇરાદાથી તરી શકે છે સંતાનો મોટી મુશ્કેલીઓનો દરિયો - મોરબીના ફાતિમા બીબીની દીકરી ફરઝાના અને દિવ્યાંગ આર્યનને સુપર મનોબળ આપતી માતાઓ. 6. ઉનાળાની રજાઓમાં યોજાયો ડાંગના સાપુતારામાં ગ્રીષ્મ મહોત્સવ - વિવિધ રાઇડોની મજા સાથે પહાડો અને જંગલોમાં ભ્રમણ તો દમણના દરિયામાં નહાવાની મજા સાથે બાઇકીંગ, પેરાગ્લાઇડીંગ અને ઊંટસવારીની મજા. 7. દિલ્હી અને આસપાસના ક્ષેત્રોના લોકોને ગરમીથી મળી રાહત - તેજ ગરમી પછી હવામાને બદલ્યો મિજાજ - હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તરપ્રદેશના પશ્ચિમ અને પૂર્વ જિલ્લાઓમાં આંધી-તોફાનની કરી આગાહી - આંધ્રમાં વીજળી પડતા પાંચના મોત.
![](https://ddnewsgujarati.com/sites/default/files/1_125.jpg)