Submitted by gujaratdesk on
મુખ્યપ્રધાન શ્રી વિજય રૂપાણીએ પોતે રાજીનામું આપ્યું હોવાની અફવાને આપ્યો રદિયો.અફવા ફેલાવનારાઓ મિડિયામાં ચમકવા જૂઠાણાં ફેલાવી રહ્યા હોવાનું કહ્યું. 2. આજથી રાજ્યભરમાં ઠેરઠેર શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ પોશીનાના લિંબડિયા ગામમાં કરાવ્યો શાળા પ્રવેશ. તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બાવળા તાલુકાના વાસણા ઢેઢાળ ગામે બાળકોનું કરાવ્યું શાળામાં નામાંકન. 3. ગુજરાતની અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરપાલિકાઓના મેયર, ડે.મેયરની વિધિવત કરાઈ જાહેરાત - રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બન્યા બિજલ પટેલ - ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા, સુરતમાં ડૉ. જગદીશ પટેલ મેયર પદે, જ્યારે નીરવ શાહ ડેપ્યુટી મેયર, ભાવનગરમાં મનોહર મોરી મેયર અને અશોક બારૈયા ડેપ્યુટી મેયર તરીકે પામ્યા વરણી. 4. છત્તીસગઢને 22 હજાર કરોડની યોજનાઓની ભેટ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભિલાઈ ખાતે આધુનિક સ્ટીલ પ્લાન્ટનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ભારત નેટના બીજા તબક્કાની યોજનાનો તેમજ આઇઆઈટી ભિલાઈના ભવન નિર્માણ માટે શિલાન્યાસ પણ કર્યો. 5.જાણીતા સાહિત્યકાર અને કૉલમિસ્ટ બકુલ બક્ષીનું દુઃખદ નિધન.પ્રખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષીના તેઓ ભાઈ હતા.ભારત સરકારમાં આઈઆરએસ અધિકારી તરીકે સેવા આપી હતી.પ્રથમ વાર્તા સંગ્રહ મજલિસને મળ્યું હતું ગુજરાત સાહિત્ય અકાદમીનું ઈનામ. 6. આજથી ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપનો પ્રારંભ. ઘર આંગણે રશિયાની સાઉદી અરેબિયા સામેની મેચથી જંગનાં થયા મંડાણ