Submitted by gujaratdesk on
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જીએસટીના સફળ અમલ માટે રાજ્યોને આપ્યો શ્રેય - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં થયેલી ઉત્સાહપૂર્વક ઉજવણીની પણ મન કી બાત કાર્યક્રમમાં કરી વાત - જલિયાંવાલા બાગ હત્યા કાંડની વરસી અને આગામી ડોક્ટર્સ ડેનો પણ કર્યો ઉલ્લેખ. 2. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાકર્મીઓએ લશ્કર-એ -તોયબાના કમાન્ડર સહિત બે આતંકવાદીઓને કર્યા ઠાર, અન્ય એક આતંકવાદીનું હથિયાર સાથે આત્મ સર્મપણ- સુરક્ષાના પગલે વિસ્તારને કોર્ડન કરી ચાલી રહેલું સર્ચ ઓપરેશન. 3.રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ - વહેલી સવારે અમદાવાદમાં મેઘરાજાની પધરામણી - દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા - ઉમરગામ તાલુકામાં આઠ કલાકમાં થયો છ ઈંચ વરસાદ. 4.અમદાવાદમાં આજથી શરૂ થઈ ભાજપની બે દિવસીય ચિંતન શિબિર - આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીરૂપ શિબિરમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ લીધો ભાગ - આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રહેશે ઉપસ્થિત. 5. ખાનગી શાળાનો મોહ છોડી સરકારી અધિકારીએ સરકારી શાળા પર મુક્યો વિશ્વાસ, સમાજમાં બેસાડ્યો ઉત્તમ દાખલો, ખાનગી શાળાના શિક્ષણના વેપારીકરણ સામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળે છે ઉચ્ચ અને શુદ્ધ શિક્ષણ. 6.યુપીએસસી ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ IAS અને IPS ઓફિસર બનવા માંગતા વિદ્યાર્થીઓને માટે માર્ગદર્શન માટે અમદાવાદમાં યોજાયો ફ્રી સેમીનાર