Skip to main content
Settings Settings for Dark

News Focus Live @ 8.30 PM | 27-11-2019

Live TV

X
Undefined

જુઓ 08:30 વાગ્યાના સમાચારનું જીવંત પ્રસારણ નીચેની લીંક ક્લિક કરી

News Focus Live @ 8.30 PM | 27-11-2019

#ddnewsgujarati
#newsingujarati
#news

1.રાજ્યસભામા નાણામંત્રી નિર્મલા સિતારમણે દેશની આર્થીક સ્થિતી અંગે આપ્યો જવાબ- કહ્યું વિકાસ દરમાં થોડો ઘટાડો જરૂર થયો છે પણ દેશમાં નથી કોઈ મંદીની સ્થિતી- તેમજ મોંઘવારી પુર્ણ રીતે નિયંત્રણમાં --વિદેશી હુંડિયામણ ભંડોળમાં પણ થયો વધારો - 2009થી 2014ની તુલનામાં 2014થી 2019માં જીડીપી દરમાં વધારો નોંધાયો હોવાનું જણાવતા નાણામંત્રી

2.લોકસભામાં સ્પેશીયલ પ્રોટેક્શન ગ્રુપ બિલ સર્વાનુમતે થયુ પસાર -તો ઈલેક્ટ્રોનિક્સ સીગારેટ પ્રતિબંધ બીલ પણ થયું પાસ--કેન્દ્ર શાસીત પ્રદેશ દાદરા નગર અને દિવ દમણ વિલય બિલ પણ લોકસભામાં પસાર --શુન્યકાળમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કાશ્મીરમાં સ્થિતી સામાન્ય

3.ઇસરો દ્વારા PSLV C-47 ઇમેજિંગ અને 1500 કિલો વજન વાળા મેપિંગ ઉપગ્રહ કાર્ટોસેટ 3નું સફળ પ્રક્ષેપણ -ઈસરોએ કાર્ટોસેટ-3 સહિત અમેરિકાના 13 વાણિજ્યિક અમેરિકી લઘુ ઉપગ્રહોનું પણ થયુ પ્રક્ષેપણ - સી47 રોકેટથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવા બદલ ઇસરોની ટીમને અભિનંદન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

4.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ કેન્દ્રિય કેબિનેટ બેઠક---બેઠકમાં 15માં નાણાં કમીશનની સમય મર્યાદા 30 ઓક્ટોબર 2020 સુધી લંબાવવાનો લેવાયો નિર્ણય-- ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને કેપિટલ રૂપિયા 500 કરોડથી વધારીને 10 હજાર કરોડની અપાઈ મંજૂરી

5.ઝારખંડ ચૂંટણી માટે ભાજપએ ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર--દરેક BPL કાર્ડ ધારક ઘરમાંથી એક વ્યક્તિને નોકરી અને રોજગારીનું આપ્યું વચન-ઝારખંડ વિકાસ મોરચાએ પણ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો -ઝારખંડમાં ચૂંટણી પ્રચાર બન્યો તેજ--

6.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય - રાજ્યના 56 લાખ 38 હજાર ખેડૂતોને 31 ડિસેમ્બર સુધીમાં ચૂકવાશે 3 હજાર 795 કરોડની સહાય - રાજ્ય સરકાર ખેડૂતોને સહાય માટે કટિબદ્ધ - જરૂર પડે વીમા કંપની સામે રાજ્ય સરકાર ભરશે યોગ્ય પગલાં

7.રાજ્યમાં 9 હજાર 713 જવાનોને 1લી ડિસેમ્બરે LRDના જવાન તરીકે અપાશે નિમણૂંક પત્ર ---2 હજાર 61 અનુસુચિત જનજાતિના ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી પુર્ણ કરવાની કાર્યવાહી ધરાઈ હાથ--રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી 1 લાખ 20 હજારથી વધુ યુવાઓને આપી રોજગારી

8.રાજ્યમાં સરહદી સુરક્ષા માટે ગુજરાત આંતકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદો ગુજસીટોક 1 ડિસેમ્બરથી થશે અમલ - આતંકવાદ, દાણચોરી, ગેર કાયદે કેફી દ્રવ્યોની હેરાફેરી સહિતની પ્રવૃતિઓ પર લાગશે રોક - મહારાષ્ટ્ર બાદ ગુજરાતને વિશેષ કાયદો મળતા રાજ્યની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં થશે વધારો -રાજ્યની પોલિસને મળ્યો વધુ અધિકાર

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply