Submitted by gujaratdesk on
BUDGET HIGHLITS
ગુજરાત સરકારે ,જીએસટી અને ચૂંટણી બાદ ,રજૂ કર્યું પ્રથમ બજેટ. તો જોઇએ ,વિવિધ ક્ષેત્રો માટે ,શું છે
BUDGET AGRICULTURE
બજેટમાં ખેડુતોને હરાખવા જેવા ,સમાચાર આવ્યા છે. જેમાં સરકારે ,ઝીરો ટકા પાક ધિરાણની ,જોગવાઇ કરાઇ છે. તો સાથે જ, પુરતી વીજળી, પાણી અને ખાતર ,જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત ,વીમાનું રક્ષણ માટે ,ફાળવણી થકી ,ગુજરાતની ખેતી અને ખેડુતો ,સમૃદ્ધિ તરફ નિરંતર આગળ વધશે. જે સરકારના ખેડુતલક્ષી અભિગમને ,પુરવાર કરે છે.
BUDGET SOCIAL SECURITY
આજે રજૂ થયેલ બજેટમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને આદિવાસી ક્ષેત્રે પણ, વિવિધ જોગવાઇઓ થઇ છે.
BUDGET EMPLOYMENTS
નાણામંત્રી નીતિનપટેલનું અંદાજપત્ર ,કૃષિલક્ષી, ગ્રામ્યલક્ષી હોવા ઉપરાંત, યુવાલક્ષી અને રોજગારલક્ષી પણ ,છે. રોજગાર અને વ્યવસાય વિકલ્પો માટે ,અંદાજપત્રમાં ,રૂપિયા 785 કરોડની ફાળવણી ,કરવામાં આવી છે.
BUDGET INFRASTRUCTURE NARMADA
રાજ્ય સરકારે ,વર્ષ 2018-19નું અંદાજપત્ર રજૂ કરતાં ,અર્થકારણના એન્જિન ,માળખાકીય સુવિધા , ઉદ્યોગ, અને નર્મદા યોજના તરફ પણ ,પૂરતું ધ્યાન આપ્યું છે.
NITIN PATEL PRESS
નાણામંત્રી નીતિનભાઇ પટેલે આજે વિધાનસભામાં વર્ષ 2018-19 નું અંદાજપત્ર રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધન કરતાં પત્રકારોને પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. Return to index of stories...
CM REACTION
નાણામંત્રી નિતીન પટેલે ,વર્ષ 2018-19નું બજેટ રજૂ કરી પત્રકાર પરિષદ યોજી હતી , જ્યાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું ,કે પ્રજાએ ,સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું ,પ્રતિબિંબ પાડતું ,જનહિતકારી બજેટ છે. સાથે જણાવ્યું ,કે યુવા, ખેડૂતો , ગ્રામીણક્ષેત્ર, મહિલા શક્તિ, પીડિત શોષિત વર્ગોનાં ઉત્થાન માટે ,અનેક પહેલ પણ ,કરવામાં આવી છે. સાથે જણાવ્યું ,કે બજેટમાં, રૂપિયા એક લાખ 83 હજાર ,666 કરોડની ,જંગી જોગવાઇ ,રાજ્યના વિકાસને ,નવી ઉંચાઇએ ,પહોંચાડશે. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ બજેટને ચીલાચાલુ કહી તેની ટીકા કરી હતી.
NARMADA WATER
ગુજરાત રાજ્યના જીવાદોરી સમાન ,સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ,110.55 મીટરથી નીચે જતી રહેતાં ,રાજ્ય સરકારને, એક ઐતિહાસિક નિર્ણય લેવાની ,ફરજ પડી છે. સરદાર સરોવરનું લાઇવ સ્ટોરેજ પાણી ,પુરૂ થઇ જતાં ,હવે બંધના ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરવાની ,ફરજ પડી છે. બાયપાસ ટનલની મદદથી , ડેડ સ્ટોરેજ ,પીવાના પાણીનો પુરવઠો ,મુખ્ય કેનાલો મારફતે ,રાજ્યભરમાં ,પુરો પાડવામાં આવશે. ઉપરવાસના મધ્યપ્રદેશના પ્રદેશમાં ,આ વર્ષે , ઓછો વરસાદ થયો હોવાને કારણે ,રાજ્યને ,42 ટકા ,ઓછો પાણી પુરવઠો ,મળ્યો છે. તેને કારણે /ઉનાળો આવતા પહેલાં જ ,સરદાર સરોવરનું લાઇવ સ્ટોરેજ પાણી ,પુરૂ થઇ ગયું છે.
PM CONFERENCE
ખેડૂતોની આવક ,વર્ષ 2022 સુધીમાં ,બમણી કરવાના મુદ્દે આયોજીત, વાર્ષિક સંમેલનના સમાપનમાં પ્રધાનમંત્રી મોદીએ ,આજે સંબોધન કર્યું હતું. સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું ,કે જ્યારે ગામડા અને ખેડૂતોનો ઉદય થશે, ત્યારે જ દેશનો ઉદય થશે. ખેડૂતોની આવક બમણી કરવા ,સરકારે બીજથી માંડીને, બાજર સુધીના નિર્ણય લીધા હોવાની વાત કરતાં ,પ્રધાનમંત્રીએ ,આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કે ખેડૂતોની આવક ,2022 સુધીમાં ,બમણી થઇ શકશે. આ હેતુસર, 50 જેટલી સિંચાઇ યોજનાઓ ,એક વર્ષમાં પુરી કરવામાં આવશે ,તેવી જાહેરાત પણ ,કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું ,કે સોઇલ હેલ્થ કાર્ડને કારણે, ઉત્પાદનમાં /પાંચ થી છ ટકાનો વધારો થયો છે. એક જ વર્ષમાં /દાળ નું ઉત્પાદન 1.7 કરોડ ટનથી વધીને ,2.3 કરોડ ટન થયું છે. દેશભરમાંથી આવેલા ,300 જેટલા કૃષિ વિજ્ઞાની ,અને અધિકારી સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે.
CABINET DISSCISION
સરકાર એક મોટો નિર્ણય લેતા ,કોલસાના બિઝનેશમાં ,ખાનગી કંપનીઓનો પણ ,સમાવેશ કરવામાં આવશે. હવે ખાનગી કંપની પણ ,કોલસા આયાત કરી ,તેનો વેપાર કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી, કેબિનેટની બેઠકમાં ,આ નિર્ણય લીધો હતો.
MEHUL CHOKSHI HC
પીએનબી બેન્કના ગોટાળામાં ,નીરવ મોદી સાથે ,આરોપી મેહુલ ચોક્સીનો ,એક વધુ ગોટાળાનો મામલો ,પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતમાં પણ ,મેહુલ ચોક્સી દ્વારા, લગભગ 500 થી વધારે લોકો સાથે ,ચીટફંડ દ્વારા કરેલ ,ઠગાઇના અનુસંધાને ,અમદાવાદ ક્રાઇમબ્રાન્ચમાં /એક ફરીયાદ નોંધવામાં આવી. જે ફરીયાદ રદ કરવાની અરજી, હાઇકોર્ટ સમક્ષ ,કરવામાં આવી હતી. તેની ,આજે અમદાવાદ હાઇકોર્ટમાં ,સુનાવણી કરવામાં આવી. સરકારી વકીલ દ્વારા ,હાઇકોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું છે,.કે સમગ્ર ઘટનાને લઇ ,ગુજરાત સરકાર તરફથી ,અખબારી માધ્યમો દ્વારા ,જાહેરાત આપી ,જે કોઇ આ ચીટ ફંડનો ભોગ બનેલા છે, તેમના નિવેદનો લઇ ,કોર્ટ સમક્ષ રજૂ કરે. આ સમગ્ર મામલામાં ,મેહુલ ચોક્સી સાથે જે આરોપી દર્શાવવામાં આવ્યો, તેમણે પણ, આ કૌભાંડની નિષ્પક્ષ તપાસ થાય ,તે અંગે ખાસ જણાવ્યું હતું.
PATAN JAMIN HAQ
મહેસાણાના ઉંઝા ખાતે રહેતા ,ભાનુભાઇ વણકરે ,આત્મવિલોપન કર્યાના કિસ્સામાં/ રાજ્ય સરકારે ,રૂપિયા ચાર લાખની સહાય આપી છે. ભાનુભાઇના પરિવારને ,રૂપિયા ચાર લાખનો ચેક ,અર્પણ કરવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓએ ,પાટણ જિલ્લાના ,દુદખાં ગામની જમીનના મામલે ,અરજદાર ,હેમાબેન અને પરિવારને ,જમીન ફરી ગ્રાન્ટ કરી હોવાનો આદેશ પણ ,અર્પણ કર્યો હતો. પ્રાંત અધિકારી ,અને મામલતદાર ,ઉંઝા ખાતે પહોંચીને ,આ કાર્યવાહી કરી હતી. સમાજના આગેવાનોની હાજરીમાં ,આ સમગ્ર કાર્યવાહી ,કરવામાં આવી હતી.
AGNI MISSILE
જમીન સપાટી પરથી ,જમીન સપાટી પર ,વાર કરવાની ક્ષમતા ધરાવતી /બેલાસ્ટિક મિસાઇલ અગ્નિ-2 નું ,આજે સફળ પરીક્ષણ થયું હતું. મિસાઇલ ,2000 કિં.મી.ની રેન્જ ,ધરાવે છે. સૈન્યે ,ડી.આર.ડી.ઓ.ના સહયોગથી ,આ સફળ પરીક્ષણ ,કર્યું હતું. પરીક્ષણ સફળતાપૂર્વક પાર પડતાં ,મધ્યમ દૂરીના અંતરે ,વાર કરવાની ક્ષમતા ધરાવતી ,આ મિસાઇલ પર ,/ભરોસો વધ્યો છે. આધુનિક ગાઇડેડ સિસ્ટમથી સજ્જ ,આ મિસાઇલની મદદથી ,1000 કિલો વજનના ,પરમાણુ આયુધનું વહન ,સંભવ છે. ઓછા વજનના આયુધ સાથે ,આ મિસાઇલ ,3000 કિ.મી.ના અંતરે ,નિશાનને ,સાધી શકે છે. પૃથ્વી-2 મિસાઇલના સફળ પરીક્ષણ થયાના ,બે સપ્તાહ પછી ,અગ્નિ-2 મિસાઇલનું પણ ,સફળ પરીક્ષણ, સંપન્ન થયું છે.