Submitted by gujaratdesk on
1.જોર્ડનના કિંગ અબ્દુલા દ્વીતિય ભારતના ત્રિદિવસિય પ્રવાસે- નવી દિલ્લી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પ્રોટોકોલ તોડી એરપોર્ટ પર કર્યું કિંગનું ઉમળકાભેર સ્વાગત - જોર્ડન બિઝનેસ ફોરમની બેઠકમાં લેશે ભાગ
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી તેમજ ઉપમુખ્યમંત્રી સાથે કરશે બેઠક- લોકકલ્યાણની યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે થશે ચર્ચા
3. શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત લવાયો- આજે બપોરે અંતિમસંસ્કાર- દેશભરમાંથી ફિલ્મીહસ્તીઓ અને પ્રશંસકોનો મુંબઈમાં જમાવડો
4. 'વન નેશન વન ઈલેકશન' નાં સૂત્રને ટેકો આપતા મુખ્યમંત્રી -લોક સભા -વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજ ની તમામ સંસ્થાઓની ચૂંટણી એક સાથે કરવા મુખ્યમંત્રીનીઅપીલ - પ્રદેશકોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે કોઈપણ ચૂંટણી હોય અમે તૈયાર છીએ.
5. ગુજરાત વિધાન સભા માં ,બહુમતી થી ,ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર- અમદાવાદ જીલ્લા માં ,2,282 પોલીસ કર્મચારી ની અછત- સરકારે કહ્યું કે, આગામી વર્ષે ,5 હજાર, 362 P.S.I. ની કરવામાં આવશે ભરતી.