Submitted by gujaratdesk on
1. ઉદ્યોગ સાહસિકો અને યુવાનોને રોજગારીની તકો આપવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને અનુરોધ - વેપારી મહામંડળ ખાતે બજેટ સેમીનારમાં સંબોધન.
2. ઉનાળાની સીઝનમાં રાજ્યભરમાં પાણીની સમસ્યા ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીની તાકીદ - ગાંધીનગર ખાતે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક.
3. રાજ્યમાં પાંચમી માર્ચથી 110 ખરીદકેન્દ્ર પરથી વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળીને ટેકાના ભાવે કરાશે ખરીદી - રાજ્યસરકારનો કિસાનલક્ષી નિર્ણય.
4. અમદાવાદ, સુરત અને ભાવનગરની આઠ ફાયનલ ટીપી સ્કીમને મંજૂરી - લોકોની આંતરમાળખાકીય સુવિધાઓમાં થશે વધારો.
5. ભારતને યુવા શક્તિને સશક્ત કરવાની જરૂરીયાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રી - કર્ણાટકમાં રામકૃષ્ણ મિશન કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન.
6. ભારત- વિયેતનામ વચ્ચે કૃષિ-ઉર્જા અને વ્યાપાર ક્ષેત્રે કરાયા ત્રણ સમજૂતી કરાર - વિયેતનામના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની ફળશ્રૃતિ.
7. પૂર્વોત્તરમાં ભગવો લહેરાયો - ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક જીત - નાગાલેન્ડમાં ભાજપા ગઠબંધન અને મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામ.
8. કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ પર પ્રધાનમંત્રીના આકરા પ્રહારો, કહ્યું નેતાઓનું પદ વધ્યું છે કદ નહીં - પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપાની જીત પ્રધાનમંત્રીના વિકાસ એજન્ડાને આભારી હોવાનું ગણાવતા અમીત શાહ.