Submitted by gujaratdesk on
1. રાજયના છેવાડાના માનવીને આગામી 31મી જુલાઇ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા રાજય સરકારે કર્યું આગોતરૂં આયોજન - 1400 ગામ અને 32 શહેરોને વૈકલ્પિક યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા.
2. નર્મદા પાણીના વિકલ્પે રૂપિયા 200 કરોડના ખર્ચે હાથ ધરાયેલા 32 કામોની પ્રગતિની મુખ્યમંત્રીએ કરી સમીક્ષા - નર્મદા ડેમમાં પાણીનો પૂરતો જથ્તો ઉપલબ્ધ - દર અઠવાડિયે જીલ્લા કક્ષાએ પાણી સમિતિની મળશે બેઠક.
3. કચ્છના જખૌ વિસ્તારના મધદરિયે ગઇ રાત્રે તથા આજે બપોરે માછીમારીની બે બોટ ડૂબી - બંને બોટના તમામ દસ ખલાસીઓને સહીસલામત બચાવી લેવાયા.
4. આવતીકાલથી રાજયના 22 જીલ્લાના 110 ખરીદકેન્દ્રો પર વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળીની ટેકાના ભાવે કરાશે ખરીદી - રાજ્યસરકારનો કિસાનલક્ષી નિર્ણય.
5. અમદાવાદ, સુરત અને ભાવનગરની આઠ ફાયનલ ટીપી સ્કીમને રાજય સરકારે આપી મંજૂરી - ટીપી હેઠળ આવતા લોકોને રોડ, ગટર, પાણી, વીજળી જેવી પાયાની સુવિધાઓ મળશે.
6. પંજાબ નેશનલ બેંકકૌભાંડ મામલે મુંબઈની એક વિશેષ અદાલતે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરુદ્ધ ઈશ્યુ કર્યા, બીન જામીનપાત્ર વોરંટ, - કોર્ટે ઈડીને સાત દેશોનો સહયોગ મળે તે માટે પત્ર વ્યવહારની આપી મંજૂરી.
7. મેઘાલયમાં સરકાર બનાવવાની કવાયત બીજેપી એનપીપી ગઠબંધનને મોટી સફળતા 6 દળો વાળા યુડીપીએ ગઠબંધનને આપ્યું પોતાનું સમર્થન, તો કોંગ્રેસ પણ સરકાર બનાવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.
8. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતના યુવાનોમાં દેશના ભવિષ્યને બદલવાની ક્ષમતા - કર્ણાટક ખાતે યુવા સંમેલનમાં કહ્યું કે યુવાનોને સશક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે.
9. ભારતના શાહઝાર રિઝવીએ આઈએસએસએફ 10 મીટર શૂટીંગમાં વર્લ્ડ કપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, દેશના દિગ્ગજ શૂટર જીતુ રાયે મેળવ્યો કાંસ્ય પદક