Submitted by gujaratdesk on
1. ભાવનગર ના ,રંઘોળા ગામ નજીક ,ગમખ્વાર અકસ્માત - ટ્રક, નાળા માં ખાબકતાં, 31થી વધુ લોકો નાં મોત - જાનૈયા ભરેલો ટ્રક ,પાલિતાણા ના ,અનીડા થી ,બોટાદ ના ,ટાટમ ગામે જઈ રહ્યો હતો.વર રાજા કાર માં આવતા ,તેનો બચાવ
2. ઈજા ગ્રસ્તો ને ,તાત્કાલિક સારવાર માટે ,જિલ્લા તંત્ર ને ,આદેશઃ મૃતકો ના પરિવાર ને ,રૂ. ચાર લાખ ની રાજ્ય સરકારની સહાય જાહેરઃ ઘાયલોનો સારવાર ખર્ચ પણ સરકાર ઉઠાવશેઃ રાષ્ટ્રપતિ-વડા પ્રધાને પાઠવી દિલસોજી.
3. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી અને ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળ હૉસ્પિટલ દોડી ગયાંઃ ઈજાગ્રસ્તોના પૂછ્યા ખબરઅંતરઃ મૃતકોનાં સગાંને આપી સાંત્વના
4.રંઘોળા અકસ્માત અંગે વિધાનસભામાં ખાસ કિસ્સામાં થઈ ચર્ચાઃ મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણાએ સરકારે લીધેલાં પગલાંની માગી જાણકારીઃ ગૃહ રાજ્ય પ્રધાન શ્રી પ્રદીપસિંહ જાડેજાએ કરુણ ઘટનાની આપી વિગતઃ
5. ગુજરાતમાં બે વર્ષમાં કન્યાઓની ઘટતી જતી સંખ્યા અંગે રાજ્ય સરકાર ચિંતિતઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરશે અનોખી ઉજવણી ઃ આ દિવસે જન્મનાર બાળકીઓને નન્હીં પરી તરીકે બિરદાવાશેઃ મુખ્યપ્રધાનથી માંડી વિવિધ મંત્રીઓ સિવિલ હૉસ્પિટલોની મુલાકાત લઈ બનશે હર્ષોલ્લાસમાં ભાગીદાર
6.કોંગ્રેસ પર , કેન્દ્રીય પ્રધાન ,હર દીપ સિંહ પુરી ના ,આક્રમક પ્રહારઃ ડાયમંડ કિંગ ,જતીન મહેતા ને ,ભારત માંથી ભગાડવા માં ,કોણે મદદ કરી? તેણે સેન્ટ કિટ્સ નું ,નાગરિકત્વ ,2012 માં મેળવી લીધું હતું ,અને તે ,પાસપૉર્ટ પર, તે આઠ વાર આવ્યો હતો ,ભારતઃ તે વખતે , હતી
યુ.પી.એ. સરકાર
7. મેઘાલય માં ,N.P.P. ના ,કોનરેડ સંગમા એ લીધા ,મુખ્ય પ્રધાન પદ ના શપથ ,તો નાગાલેન્ડ માં , 8 માર્ચે ,મુખ્યપ્રધાન પદ નો ,શપથ વિધિ થશે ,તો ત્રિપુરા માં પણ ,નવમી માર્ચે ,વિપ્લબ દેબ ,મુખ્ય પ્રધાન પદ ના ,સોગંદ લેશે
8.શ્રીલંકા માં ,કટોકટીની જાહેરાત - કેટલાક વિસ્તાર માં ,હિંસા ફાટી નીકળતાં ,લેવાયેલું પગલું- ભારત અને શ્રીલંકા ની મેચ પર, કોઈ અસર નહીં