Submitted by gujaratdesk on
1. આજે પોલિયો રવિવાર - રાજયભરમાં બુથ ઉભા કરી બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો સઘન કાર્યક્રમ - 2007થી પોલિયોમુક્ત ગુજરાત - બાળકોની ઇન્દ્રધનુષ યોજના હેઠળ બાળકોને રોગમુક્ત રાખે તેવી શુભેચ્છા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી.
2. આવતીકાલથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો થશે પ્રારંભ - રાજયના કુલ 1,548 કેન્દ્રો પર કુલ 17 લાખ 14 હજાર 979 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા - મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષા આપવા કરી ભલામણ અને આપી શુભેચ્છા.
3. એનઆઇડી દ્વારા તૈયાર થયેલ રેલવેકોચની ડીઝાઇનની પ્રશંસા કરી એરપોર્ટ કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવેશ ડિઝાઇન તૈયાર કરવા એનઆઇડીને આહવાન કરતા સુરેશ પ્રભુ - MSME રિસર્ચ બ્લોકનું કર્યું ખાતમુહૂર્ત, કોફી ટેબલ બુકનું કર્યું વિમોચન - ન્યૂ ઇન્ડિયા બનાવવા સ્ટાર્ટઅપ અને સ્કીલ ઇન્ડિયા જેવી યોજનાઓને સાકાર કરવા યુવાનોને કર્યું આહવાન.
4. રાજયસભાની ચૂંટણી માટે ભાજપના બે ઉમેદવારો પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આવતીકાલે ભરશે ઉમેદવારીપત્ર - માત્ર 20 કલાક બાકી રહ્યા છે. છતાં પણ કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર નથી થયા. - ચૂંટણી 23મી માર્ચે યોજાશે.
5. મહિલાઓના સન્માન માટે આંતરરાષ્ટ્રીય મહિલાદીન વતી જવા છતાં થઇ રહેલા પુરસ્કાર કાર્યક્રમો - મહિલાઓનો વિવિધ ક્ષેત્રમાં પગપેસારો - સશક્તિકરણના માર્ગે આગેકૂચ.
6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રના હસ્તે સૌરઉર્જા ગઠબંધન સેમિનારનો થયો શુભારંભ - કુલ 121 દેશોમાંથી 61 દેશો થઇ ગયા છે સામેલ - 32 દેશોએ કર્યા છે ફ્રેમવર્ક પર હસ્તાક્ષર , ભારતીય દર્શનમાં સૂર્ય જીવનનો આત્મા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી.