Submitted by gujaratdesk on
1.રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષની સૌથી મોટી કાર્યવાહી-4700 કિલો મીઠાઈના અખાદ્ય જથ્થાનો કરાયો નાશ - આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે તંત્રની લાલ આંખ
2.ગાંધીનગરની PDPU યુનિવર્સિટીને મળ્યો સ્વાયતત્તાનો દરજ્જો-દેશભરની 60 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્વાયતત્તા આપવાની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર- યુનિવર્સિટીઓ હવે પોતાનો અભ્યાસક્રમ સ્વયં બનાવી શકશે.
3.સાઈબર ક્રાઈમ અંગે જનજાગૃતિ માટે અમદાવાદની ITI અને શિકાગો યુનિવર્સિટી વચ્ચે થયા MOU-સાઈબર ક્રાઈમને અટકાવવા માટે ITIમાં શરૂ થશે સ્પેશિયલ કોર્ષ.
4.શેરડીના પાક માટે જાણીતા વિસ્તાર દક્ષિણ ગુજરાતના ખેડૂતનો નવતર પ્રયોગ - ત્રણ પાકોના ત્રિવેણીસંગમ દ્વારા ચાર વિઘા જમીનમાં 2 હજાર મણ મરચાનું ઉત્પાદન - નવ લાખ જેટલી કમાણી.
5.ગુજરાતના ઝવેરીલાલ મહેતા, એસ.એસ.રાઠોડ અને મનોજ જોશી સહિત 4 પ્રતિભાને પદ્મશ્રી-2 એપ્રિલે એવોર્ડ થશે એનાયત - રાષ્ટ્રપતિએ 43 પ્રતિભાઓને પદમશ્રી પુરસ્કારથી કર્યા સન્માનિત
6.વિપક્ષના ભારે હોબાળાને પગલે 13 દિવસે પણ સંસદની કાર્યવાહી મુલતવી -રાજ્યસભા સમગ્ર દિવસ માટે સ્થગિત
7. ISIS એ 39 ભારતીયોની 2014માં ઇરાકમાં કરી હતી હત્યા - ડીએનએ ટેસ્ટ દ્વારા કરાઇ ઓળખ - વી.કે.સિંહ જશે ઇરાક - સુષ્મા સ્વરાજનું સંસદમાં નિવેદન
8.2 G કેસમાં એ.રાજા અને કનીમોજીની મુશ્કેલીમાં થઈ શકે વધારો-દિલ્લી હાઈકોર્ટે એ રાજા, કનમોજી સહિત 19 આરોપીને નોટિસ પાઠવી જવાબ માગ્યો- ED અને CBIએ પટિયાલા કોર્ટના ચુકાદા પર હાઈકોર્ટમાં કરી અરજી