Submitted by gujaratdesk on
1.કરજણ ડેમમાંથી છોડવામાં આવેલ 1200 ક્યુસેક પાણીથી નિષ્પ્રાણ નર્મદા નદી બની ફરી પ્રાણવંતી - નર્મદા પરિક્રમા, ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના તહેવારોમાં ડુબકી લગાવવા ભક્તો હતા આતુર
2.પશુઓના ઘર તરીકે જાણીતા રફાળા ગામને સ્માર્ટ ગામ તરીકે પુનઃજીવિત કરતા સવજીભાઇ વેકરીયા - ગામમાં વુમન પાવર પ્રદર્શન, લાડલી ભવન, ક્રાંતિકારી ચોક, સરસ્વતીમંદિર, એ.સી. બસસ્ટેન્ડ,વાઇફાઇ, સ્વચ્છતા માટે કચરાપેટી, એલ.ઇ.ડી. લાઇટ્સ, જેવી સુખસુવિધાઓ ભરપુર
3.દેશભરમાં ઉજવાઇ રહ્લું હનુમાન જયંતીનું પર્વ - રોમ રોમમેં બસે રામની ઉક્તિને સાર્થક કરતા ભગવાન હનુમાન જયંતીની શ્રદ્ધાળુઓ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવણી - પ્રધાનમંત્રીએ હનુમાન જયંતિ નિમિત્તે પાઠવી શુભકામના
4.ચૈત્રી પૂર્ણિમાના પરંપરાગત મેળાનું અંબાજી-બહુચરાજીમાં અનેરૂ માહાત્મ્ય- ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વના કારણે ભક્તોના ઘોડાપુર પગપાળા સંઘ દ્વારા પહોંચ્યા માના દરબારે
5.સંશોધનથી સમૃદ્ધિ સુધીની સફરમાં દેશના વિકાસમાં યુવાનોના યોગદાન માટે યુવા પ્રતિભાઓને આહવાહન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી - પારંપરિક અને રૂઢિગત પ્રણાલીથી પર થઇ દેશ અને વિશ્વની સમસ્યાઓનું ટેકનોલોજીથી નિરાકરણ લાવવા 28 કેન્દ્રો પર હેકાથોનનું આયોજન
6. મૈસુરમાં કર્ણાટકની સિદ્ધારામૈયા સરકાર પર પ્રહારો કરતા ભાજપા અધ્યક્ષ અમિત શાહ - તેમણે કહ્યું જો કોંગ્રેસ સરકાર સત્તા પર આવી તો ભ્રષ્ટાચારની સુનામી આવશે.