Submitted by gujaratdesk on
1. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના દબદબાની આગેકૂચ
- 10 મીટર એર પિસ્તલમાં શૂટર જીતુ રાયે જીત્યો ગોલ્ડ મેડલ
- વેઇટલિફ્ટીંગમાં મહિલાઓના 69 કિલોગ્રામ વર્ગમાં પૂનમ યાદવે પણ જીત્યો સુવર્ણચંદ્રક
- આઠ સુવર્ણ, 4 રજત અને 5 કાંસ્ય સાથે ભારત ત્રીજા સ્થાન પર.
2.સીરિયામાં થયેલા કેમિકલ હુમલાની અમેરિકાએ કરી નિંદા
- રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે હુમલા માટે રશિયા અને ઈરાનને ગણાવ્યા જવાબદાર, તો ચિમકી આપતા ટ્રમ્પે કહ્યું કે હુમલો કરનાર દેશોને ચૂકવવી પડશે ભારે કિંમત.
3.કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દલિતોના મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષીદળો પર સાધ્યું નિશાન -કોંગ્રેસ, સપા અને બસપા દેશનું વાતાવરણ દૂષિત કરી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ.દેશનું હિત વિચારવા તમામ પક્ષોને આપી સલાહ- તો આદિજાતી મંત્રી થાવરચંદ ગહેલોતે કહ્યું કે કોંગ્રેસે અનુસુચિત જાતિના ઉથ્થાન માટે કંઈ જ કર્યું નથી.
4.ગુજરાતમાં નહીં સર્જાય જળ સંકટ-રાજ્ય સરકાર રાજ્યના લોકોને પીવાનું પાણી આપવા માટે છે કટિબદ્ધ.
- આણંદના વાલવોડમાં દેશના સૌથી મોટા વૉટરપાર્કના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
5.સંતવાદ અને રાજવાદને સાથે રાખી આધ્યાત્મિકતાથી સમાજનો વિકાસ કરવાનો મહેસાણામાં અનુરોધ કરતા મુખ્યમંત્રી રૂપાણી
- મહેસાણાના વિસનગરમાં સ્વ. સંત ગુલાબનાથજીના ભંડારા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી.
6.જૂનાગઢથી 18 કિલો સોનાની લૂંટ મામલામાં મૂળ આરોપી ઝડપાયો
- સીવીએમ જવેલર્સનો ડ્રાઇવર જ હતો ઘટનાનો માસ્ટર માઇન્ડ
- 18 કિલો સોના સાથે અન્ય આરોપીની પણ ધરપકડ
7.બીટકોઇન પ્રકરણમાં અમરેલીની એલસીબી કચેરી અને પોલીસકર્મીઓને ત્યાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરની CBI ટીમોના દરોડા
- એક પીઆઇ અને 9 પોલીસકર્મીઓ વિરૂદ્ધ નોંધાયો ગુનો
- તપાસ માટે SITની રચના - એલસીબી અમરેલીના બે પોલીસકર્મીઓની અટકાયત.