Submitted by gujaratdesk on
1. ગુજરાતના 'હર' કોઈનો 'મિત' કોમન વેલ્થ ગેમ્સમાં ટેબલ-ટેનિસમાં સુવર્ણચંદ્રક જીતી સુરતનું નામ રોશન કરતો હરમીત દેસાઈ - "સિધ્ધિ તેને જઈ વરે, જે પરસવે ન્હાય "નું પૂરૂં પાડ્યું ઉદાહરણ.
2. 'સુવર્ણમય' સોમવાર - ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની ઝોળીમાં, દસમો સુવર્ણ ચંદ્રક- બેડમિન્ટન, શૂટીંગ, ટેબલ ટેનિસમાં દબદબો. મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બાદ ભારત ત્રીજા સ્થાને.
3. પબ્લિક સેકટર માટે , સફળતાનો મૂળ મંત્ર થ્રી -આઈ ઈન્સેન્ટીવ, ઈમેજીનેશન , અને ઈન્સ્ટીટયુટ બિલ્ડીંગથી અપ્રતિમ સફળતા જણાવતાં પ્રધાનમંત્રી મોદી- હિલ્દીના વિજ્ઞાન ભવનમાં પબ્લિક સેકટરના માંધાતાઓને સંબોધી ન્યુ ઈન્ડિયાનો આપ્યો ગુરૂમંત્ર.
4. કોંગ્રેસના ઉપવાસની દેશમાં રાજનૈતિક રસાકસીનો માહોલ- કોંગ્રેસના આક્ષેપ પર , ભાજપે કર્યો પલટવાર- ઉપવાસની રાજનીતિ પર ઉઠાવ્યા સવાલ.
5. ઉત્તર ભારતના પલટાયેલા હવામાનની અસર ગુજરાતમાં પણ - હળવી ગરમી વચ્ચે , ક્યાંક પડશે છાલક, તો વળી ક્યાંક છાંટા- ખેતરના પાકને નુકસાનની ભીતિ.
6. કર્મયોગીઓના , 'ઘરના ઘર' સ્વપ્નને સાકાર કરતી , પ્રતિબદ્ધતા દોહરાવતી સરકાર- ગાંધીનગરમાં , વંદેમાતરમ્ પાર્કનું ,લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી , નીતિન પટેલ- સિત્યાસી કરોડનાં કુલ 280 આવાસોનું કર્યું લોકાર્પણ.
7. સીરિયામાં થયેલા કેમિકલ હુમલાની , અમેરિકાએ કરી નિંદા-- રાષ્ટ્રપતિ ,ડૉનાલ્ડ ટ્રમ્પે હુમલા માટે રશિયા અને ઈરાનને ગણાવ્યા જવાબદાર, તો ચિમકી આપતા ટ્રમ્પે કહ્યું કે, હુમલો કરનાર દેશોને ચૂકવવી પડશે ભારે કિંમત.