Submitted by gujaratdesk on
1. સ્માર્ટ સીટી રાજકોટને રાજ્ય સરકારની સોગાત -રૂપિયા 80 કરોડના ખર્ચે શહેરમાં બનશે અદ્યતન સાયન્સ મ્યુઝિયમ તો વિદ્યાર્થીઓમાં રમત-ગમત પ્રત્યે રુચિ વધે તે માટે બનશે સ્પોર્ટ્સ સંકુલ-રૂપિયા 300 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
2. - કેન્દ્રની આયુષ્માન ભારત યોજના અંતર્ગત મુખ્યમંત્રીની જાહેરાત - રાજ્યના છેવાડાના વિસ્તારમાં હોસ્પિટલોના નિર્માણના તથા મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇક્વિપમેન્ટના ખર્ચ માટે રાજ્ય સરકાર આપશે 25 ટકા સબસીડી - રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત-
3.અમરેલીના શિયાળ બેટમાં ઉગશે સુખનો સૂરજ- ચારે બાજુ દરિયાથી ઘેરાયેલા શિયાળ બેટમાં નર્મદાનું મીઠું પાણી પહોંચાડવાની કામગીરી પુરજોશમાં-દરિયામાં 70 ફુટે નીચે પાઈપલાઈન બિછાવીને પાંચ બંદર ટાંકી સુધી પહોંચાડાઈ રહ્યું છે પાણી -પીવાનું પાણી અને વીજળી આવવાથી લોકોના જીવન ધોરણમાં આવશે આમૂલ પરિવર્તન
4. યોગાભ્યાસ માટે વિશ્વમાં પણ પેદા થઇ લોકોની રૂચિ - ઇડીઆઇમાં ઉદ્યોગ સાહસિકતાના પાઠ શીખવા આવેલી ચીની કન્યાઓ પણ હવે શીખી રહી છે યોગા અને હિન્દી ભાષા.
5.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સ્વીડન, બ્રિટન અને જર્મનીની 5 દિવસની યાત્રાએ-પ્રથમ તબક્કામાં સ્વીડનની રાજધાની સ્ટૉકહોમ પહોંચશે-પોતાના વિદેશ પ્રવાસને લઈ પ્રધાનમંત્રીએ કહ્યું કે વ્યાપાર, મૂડી રોકાણ, અને સ્વચ્છ ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં ત્રણેય દેશો સાથે થશે દ્વીપક્ષિય વાતચીત
6 ગ્રેટર નોઈડામાં હોમ એક્સ્પો ઈન્ડિયા 2018ના સાતમા સંસ્કરણનું કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યું ઉદઘાટન -ઘરેલુ સામાન, કપડા અને ફર્નિચર એક છત નીચે જોવા મળશે-તો આંતરરાષ્ટ્રીય ખરીદદાર, ઉત્પાદક અને નિકાસકાર એક જ મંચ પર કરશે વિચારોનું આદાન-પ્રદાન
7. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સાથે કુલ 66 પદક મેળવીને પ્રાપ્ત કર્યું કોમનવેલ્થમાં ત્રીજું સ્થાન, છેલ્લાં દિવસે સાયના નહેવાલે પીવી સિંઘુને હરાવી મેળવ્યો મહિલા સિંગલમાં ગોલ્ડ મેડલ, દેશ બહાર દેશની દીકરીઓનું રહ્યું શાનદાર પ્રદર્શન