Submitted by gujaratdesk on
1. લંડન ખાતે આજથી શરૂ થનારા રાષ્ટ્રમંડળ સંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સંબોધન
- ભારત સહિત 53 દેશો લઈ રહ્યા છે ભાગ.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ સામે લાલ આંખ
કહ્યું આતંકવાદ સામે નહીં ઝૂકે ભારત
- ત્રાસવાદને ટક્કર આપવા સક્ષમ હોવાનો દર્શાવ્યો વિશ્વાસ.
3. જસ્ટિસ લોયાના મોત અંગે એસઆઇટી તપાસને નકારતી સર્વોચ્ચ અદાલત - કહ્યું સુપ્રીમ કોર્ટને બદનામ કરવાનો પ્રયાસ
4. જરૂરિયાતમંદોને એફોર્ડબલ હાઉસિંગના લાભ માટે GDCRને વેગ અપાયો હોવાનું જણાવતાં મુખ્યમંત્રી રૂપાણી
- ગરીબ તથા મધ્યમ વર્ગને સારાં સસ્તા મકાન આપવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
5. જમીન વિકાસ નિગમના બહાર આવેલા લાંચના પ્રકરણ પછી ભ્રષ્ટાચારને ડામવા સહિયારા પ્રયાસ કરવા ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીની તાકીદ
- ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક
6. બેન્કોને 2 હજાર 654 કરોડનો ચૂનો ચોપડનારા વડોદરાના કૌભાંડકારી ભટનાગર પિતા-પુત્રોને CBI કોર્ટ સમક્ષ કરાયા રજૂ - નવ દિવસના રિમાન્ડ મંજૂર
7.સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં બે દિવસ સુધી હિટવેવની હવામાન વિભાગની આગાહી
- બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે તાપમાન.