Skip to main content
Settings Settings for Dark

Mid Day News at 1.00 PM | 09-05-2018

Live TV

X
Gujarati

1.છોટાઉદેપુરના રંગપુર પાટિયા પાસે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત-એક જ પરિવારના 6 સભ્યો સહિત 7 લોકોના મોત - પરિવાર મધ્યપ્રદેશના કુક્ષી તાલુકાના અંબાડા ગામનો રહેવાસી

2.સાબરકાંઠાના કેશરપુરા કંપા ગામે ગુહાઈ ડેમમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત-પગ લપસી જતા બાળકો પાણીમાં થયા ગરકાવ -ક્રિકેટ રમી બાળકો પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ

3.જળ સંચય અભિયાનમાં વિકાસનો આનંદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી - અમદાવાદ જિલ્લાના ઓડગામમાં આજે કરાવ્યો જળસંચય અભિયાનનો પ્રારંભ- જિલ્લાના તળાવો, કાંસ અને કેનાલની હાથ ધરાશે સફાઈ

4.રાજ્યમાં ચાલુ વર્ષે 97 ટકા વરસાદ રહેવાની હવામાન વિભાગની આગાહી -ડિરેક્ટર જયંતા સરકારે રાજ્ય કેબિનેટની બેઠકમાં પ્રેજેન્ટેશન સાથે આપી માહિતી

5.બિટકોઈન મામલે ,પૂર્વ ધારાસભ્ય ,નલીન કોટડિયા એ ,ગૃહ રાજ્ય મંત્રી, પ્રદીપસિંહ જાડેજાને લખ્યો પત્ર- 12 નહીં પણ 240 કરોડના કૌભાંડ મુદ્દે ઉઠાવ્યા સવાલ - જોકે, C.I.D. એ બે વખત સમન્સ પાઠવ્યાં છતાં, હજુ છે અન્ડર ગ્રાઉન્ડ નલીન કોટડિયા - સી.આઈ.ડી. ક્રાઇમ બ્રાન્ચ ,એમનો પત્તો લગાવવા, કરી રહી છે ,પ્રયાસ.

6.RTE હેઠળ ધોરણ 1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત છેલ્લા દિવસે 1.85 લાખથી વધુ ફોર્મ ભરાયા-DPEO- DEO કચેરીઓ અરજીની ચકાસણી કરી 14 અથવા 15 મેએ ઓનલાઈન પ્રવેશની કરશે ફાળવણી

7.કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું પ્રચારયુદ્ધ અંતિમ તબક્કામાં-

ભાજપ-કોંગ્રેસ અને JDના એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગરપેટમાં સંબોધી જાહેર સભા-કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર કર્યા આકરા પ્રહાર-તો રાહુલ ગાંધી અને અમિત શાહ પણ શિવાજીનગરમાં સંબોધશે જાહેર સભા.

8.અમેરિકાએ ઈરાન સાથે વર્ષ 2015માં કરેલો પરમાણુ સમજૂતિ કરાર તોડ્યો- રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી પોતાના ભાષણમાં કરી જાહેરાત-ટ્રમ્પે ઈરાન પર પુનઃ આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની પણ કરી વાત-તો ઈરાને કહ્યું કે અમે ફરીથી યુરેનિયમનું કરીશું ઉત્પાદન.

9.દક્ષિણ અમેરિકાના પનામા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ-તો ગઈકાલે ભારત ,અને ગ્વાટેમાલા વચ્ચે ,શિક્ષણ ક્ષેત્રે ,સહયોગ વધારવા ,અને રાજનીતિક સંબંધો વધુ મજબૂત કરવા ,સમજૂતી કરાર પર થયા હસ્તાક્ષર

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply