Submitted by gujaratdesk on
ન્યૂ ઇન્ડિયા, હેકા થોન , 2018 સ્પર્ધા હેઠળ મુખ્યમંત્રીએ અર્પણ કરેલા પુરસ્કારો વિવિધ વિભાગો, સંસ્થાઓ , અને વ્યક્તિઓને ઉત્કૃષ્ઠ કામગીરી માટે એવોર્ડ્ઝ.
2. સૂક્ષ્મ, લઘુ , અને નાના ઉદ્યોગોને , 50 ટકા ઓછી કિંમતે જી.આઈ.ડી.સી. પ્લોટ ફાળવાશે તેમ જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ 3, 000 મીટર સુધીના પ્લોટની કિંમતમાં 50 ટકા રાહતનો કેબિનેટનો નિર્ણય રોજગારીનું પ્રમાણ વધારવાનો ઉદ્દેશ.
3. સિત્તેરથી વધુ વયના વૃદ્ધોને સરકાર તરફથી ઘેર બેઠા તબીબી સારવાર ગાંધીનગર સિવિલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ રૂ.1,000 ટોકન ફી સાથે કરાવી શકાશે પોતાના નામની નોંધણી કેબિનેટનો નિર્ણય.
4. ગુજરાત રાજ્યની હદમાં થતાં અકસ્માતમાં ઇજાગ્રસ્તોને પ્રથમ , 48 કલાકમાં સરકારી કે ખાનગી દવાખાના દ્વારા સારવાર આપવા સરકારનો આદેશ આજથી જ દરેક દવાખાના માટે જાહેર સૂચના ફરજિયાત અમલની સરકારની સૂચના.
5. યેદીયુરપ્પા , આજે સવારે 9 વાગે કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં લેશે શપથ રાજ્યપાલે 15 દિવસની અંદર બહુમત સાબિત કરવા કહ્યું.
6. સુપ્રીમ કોર્ટે , એસ. યેદી યુરપ્પાને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે શપથ ગ્રહણ કરવા પર રોક લગાવવા કર્યો ઇન્કાર રાત ભર ચાલેલી સુનાવણીમાં કોર્ટે બંને પક્ષોને રાજ્યપાલને આપવામાં આવેલી , સરકાર બનાવવાની કોપી માંગી, આગામી સુનાવણી કાલે સવારે 10.30 કલાકે.
7. રમઝાનના પવિત્ર મહિનાની આજથી શરૂઆત દુનિયાભરના મુસલમાનોએ હર્ષોલ્લાસથી રાખ્યો પ્રથમ રોઝો, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રમઝાનના પ્રસંગે દેશવાસીઓને પાઠવી શુભકામના