Submitted by gujaratdesk on
1. રામનાથ કોવિંદ સાથે રાજ્યપાલોનું 49મું અધિવેશન - સંમેલનમાં નવ નિયુક્ત રાજ્યપાલોનું રાષ્ટ્રપતિએ કર્યું સ્વાગત - રાષ્ટ્રપતિએ 69 ટકા વિશ્વ વિદ્યાલયોના કુલાધિપતિ હોવાને નાતે રાજ્યપાલોને શિક્ષણ માટે કામ કરવા કર્યું આહવાન - વળી રાજ્યપાલની બંધારણીય ગરિમાનું પાલન કરવા આપી સલાહ..
2. NEETનું પરિણામ આજે જાહેર - સુપ્રીમકોર્ટે પરિણામ પર રોક લગાવવાનો કર્યો હતો ઈન્કાર- સંકલ્પ ટ્રસ્ટે વિદ્યાર્થીઓને ભાષાકીય સમસ્યા નડતી હોવાનું કારણ આપી પરીક્ષા રદ કરવા માટે કરી હતી અરજી..
3. દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બ્રિક્સ વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં લેશે ભાગ- દક્ષિણ આફ્રિકાના નેતાઓ સાથે પણ કરશે મુલાકાત - મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે કરી દ્વિપક્ષીય વાતચીત..
4. જમ્મુ કશ્મીરના શોપિયામાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર ગ્રેનેડથી કર્યો હુમલો - 5 નાગરિક ઘાયલ-તો ગઈકાલે પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા કરેલા ફાયરિંગમાં બી.એસ.એફ.ના બે જવાન થયા હતા શહીદ, જ્યારે16 નાગરિક થયા હતા ઘાયલ..
5.બીપીઓ ખોલવા વાળાને સરકારની મદદ અને જોબ શોધવાવાળાને બીપીઓની મદદની પહેલ કરતી મોદી સરકાર - આ પહેલને પગલે જન જન સુધી પહોંચી રહ્યો છે મોદી સરકારનો સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર..
6. મહેસાણાના વિસનગર ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ - 3 કરોડના ખર્ચે સિવિલનો નવો OPD વિભાગ અને બ્લડ બેંક તથા રૂપિયા 3 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ST ડેપો પ્રજાજનો માટે ખુલ્લા મુકાયા..
7. વિધાનસભામાં એક દિવસનું વિશેષ સત્ર બોલાવવાની વિપક્ષના નેતાની માંગ ફગાવતા સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજા - વિપક્ષ જે મુદ્દા માટે સત્ર બોલાવાની માગ કરે છે તેનો સરકારે આપ્યો છે ઉચિત જવાબ - પ્રદીપસિંહનું સૂચક નિવેદન..
8. 24 મી મે 2018 ના રોજ મેકુનુ વાવાઝોડાને કારણે યમનના સોકોત્રા ટાપુ પર ફસાયેલા 38 ભારતીયોને બચાવતું ભારતીય નૌકાદળનું જહાજ સુનયના - ખોરાક અને પાણી પુરૂં પાડી આપ્યું નવજીવન- ભારતીય નૌકાદળના હવાઈ નીરિક્ષણ બાદ એડનની ખાડીમાં મળ્યા ભારતીયો.