Submitted by gujaratdesk on
આ વર્ષે એપ્રિલના અંતમાં નર્મદા ડેમની જળસપાટી છેલ્લાં 15 વર્ષમાં સૌથી ઓછી, 104 મીટરની થઇ હતી- હવે ફરી બે મીટર વધીને 106 મીટર થઇ- ચોમાસાની અવેજીમાં ઉપરવાસમાં થયેલો વરસાદ બન્યો આશીર્વાદરુપ. 2. બ્રિટિશ ભારતની સૌથી પહેલી ડભોઇ-મિયાંગામ નેરોગેજ સહિત કુલ પાંચ રેલવે લાઇન્સ બનશે હેરિટેજ ટુરિઝમનો હિસ્સો-ભારતભરમાં કોઇ રાજા-રજવાડાંની માલિકીવાળી પહેલી નેરોગેજ રેલવેને દોડાવવા બળદોનો થતો હતો ઉપયોગ. 3.અવનવા પાક અને પદ્ધતિ અપનાવીને ગુજરાતના ખેડૂતો બની રહ્યાં છે પ્રગતિશીલ- ઇઝરાયેલની ખારેક જેવા વિવિધ દેશના બાગાયતી પાકની ખેતી દ્વારા મબલખ કમાણી કરી રહ્યા છે ધરતીપુત્રો. 4.મોદી સરકારના નેતૃત્વમાં છેલ્લાં ચાર વર્ષમાં દેશના શિક્ષણ ક્ષેત્રમાં થયું છે આમૂલ પરિવર્તન એમ જણાવતાં કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર- રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છેલ્લાં ચાર વર્ષમાં રેલવેમાં આવ્યા ઘણા પરિવર્તનો-વર્ષ 2019 સુધીમાં દરેક ટ્રેનમાં હશે બાયો ટોઇલેટ- ડિજીટલ ઇન્ડિયા અને આધારથી જોડાયો દેશ કહેતાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ. 5.ગુજરાતના જળસંચય અભિયાનની રાષ્ટ્રીય સ્તરે થઇ બહોળી પ્રશંસા-નીતિ આયોગની બેઠકમાં નવી રચાયેલી સંકલન સમિતીમાં 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ.