Submitted by gujaratdesk on
દેશમાં આગળ વધી રહેલું નૈઋત્યનું ચોમાસું બે દિવસમાં મધ્ય તેમજ ઉત્તર ભારત પહોંચશે - ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.વલસાડ જિલ્લામાં ગત રાતથી અનરાધાર વરસાદ.ભારે વરસાદની આગાહીના પગલે કેટલીક સ્કૂલોમાં આજે રજા જાહેર.તંત્ર એલર્ટ. 2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં જીએસટીના સફળ અમલ માટે રાજ્યોને આપ્યો શ્રેય - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં થયેલી ઉત્સાહપૂર્વક ઉજવણીની પણ મન કી બાત કાર્યક્રમમાં કરી વાત. 3.અમદાવાદમાં ચાલી રહેલી ભાજપની બે દિવસીય ચિંતન શિબિરમાં આજે ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ - આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીરૂપ શિબિરમાં વિજય માટે ઘડાશે રણનીતિ. 4. ખાનગી શાળાનો મોહ છોડી સરકારી અધિકારીએ સરકારી શાળા પર મૂક્યો વિશ્વાસ, સમાજમાં બેસાડ્યો ઉત્તમ દાખલો, ખાનગી શાળાના શિક્ષણના વેપારીકરણ સામે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને મળે છે ઉચ્ચ અને શુદ્ધ શિક્ષણ. 5. ગીરમાં સિંહોનું વેકેશન શરૂ.15 જૂને છેલ્લા દિવસે પર્યટકોએ કર્યા મન ભરીને સિંહનાં દર્શન.છેલ્લા એક વર્ષમાં પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણની લીધેલી મુલાકાતથી 11 કરોડથી વધુની વન વિભાગને આવક