Submitted by ddnews on
જુઓ 11:00 વાગ્યાના સમાચારનું જીવંત પ્રસારણ નીચેની લીંક ક્લિક કરી
Samachar Live @ 11.00 AM | 14-09-2019
1. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં ભારતની પાકિસ્તાનને સલાહ.કહ્યું 370ની કલમ સંપૂર્ણપણે ભારતનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાનની પાયાવિહોણી વાતોથી આ સત્ય બદલાશે નહી.પાકિસ્તાનને તેમના આંતરિક મુદ્દા પર ધ્યાન આપવાની આપી સલાહ
2. રક્ષામંત્રી રાજનાથ સિંઘની અધ્યક્ષતામાં યોજાઈ શસ્ત્ર સંરજામ ખરીદી માટેની બેઠક.રક્ષા ખરીદીમાં મેક ઇન ઇન્ડિયા પર મુકાયો ભાર.બેઠકમાં સેનાઓ માટે અંદાજે 2 હજાર કરોડના શસ્ત્ર સરંજામની ખરીદીને અપાઈ મંજૂરી
3. સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બર્નમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું કરશે અનાવરણ, તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે સૂચનાઓનું આદાન પ્રદાન ખુશીની વાત
4. મેઘરાજાની મહેર હજુપમ યથાવત.દાહોદ અને પંચમહાલના સહેરામાં સાંબેલાધાર 6 ઇંચ કરતાં વધુ વરસાદ.રાજ્યના 24 જિલ્લાના 99 તાલુકામાં હળવાથી ભારે વરસાદ.રાજ્યમાં 120 ટકા સરેરાશ વરસાદ
5. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 137.64 મીટરની ઉંચાઇએ, 23 ગેટ ખોલાયા - ડેમના 23 દરવાજા 5.4 મીટર ખોલાયા - નર્મદા ડેમની સપાટી પ્રથમ વાર 138 સુધી ભરાવાની નજીક - તો, નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નજીક ધસમસતા પ્રવાહમાં ફસાયેલી બાળકીનું કરાયું સફળ રેસ્ક્યુ
6.રાજ્યના કેટલાક વિસ્તારમાં આવતીકાલ સુધી વરસાદની આગાહી - ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની વકી - કડાણા ડેમના 10 ગેટ 24 ફૂટ ખોલી 5 લાખ 59 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું- મહીસાગરની નદીઓમાં ઘોડાપૂરના કારણે અસરગ્રસ્તોનું સલામત સ્થળે કરાયું સ્થળાંતર.
7. છોટા ઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા અભિયાનનો ઉત્તમ પ્રયોગ હાથ ધરાયો.કચેરીના કેમ્પસમાં ઇંટોને બદલે પ્લાસ્ટીકથી બનાવાશે ઓરડો.8000 જેટલી પ્લાસ્ટિકની બોટલો અને 500 કિલોગ્રામ પ્લાસ્ટિકનો થશે ઉપયોગ 8. આજે ભાદરવી પૂનમ, મા અંબાના દર્શન માટે અંબાજીમાં ભારે ભીડ.7 દિવસમાં 16 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન