Submitted by ddnews on
(1).....અમેરિકાના સાત દિવસના પ્રવાસ માટે રવાના થયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર..
- અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયને કરશે સંબોધિત ..- 27 સમ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાનો છે કાર્યક્રમ
(2).... કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડાની નાણામંત્રી નિર્મલા સીતારામણની ઐતિહાસીક જાહેરાત
- સરકારે સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30%થી ઘટાડીને 22% કર્યો - નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે ટેક્સના દર 15 ટકા
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રોકાણની તકો વધવાની વ્યક્ત કરી આશા.
(3)....રાજ્યમાં સારા વરસાદ બાદ આદિજાતિ વિસ્તારના 38 ગામોના ખેડૂત માટે મુખ્યમંત્રીએ આપ્યા સારા સમાચાર
- પાનમ હાઇલેવલ કેનાલમાંથી પંચમહાલ અને મહીસાગરના 53 તળાવો ભરાતા, 11 હજાર ધરતીપુત્રોને મળશે સિંચાઈ માટે પાણી
- ધરતીપુત્રો ખરીફ અને રવિ ઋતુમાં પણ લઇ શકશે પાક
4. છેલ્લા ચોવિસ કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ.. છોટાઉદેપુરના નસવાડીમાં સૌથી વધુ ચાર ઇચ જેટલો વરસાદ ખાબક્યો...રાજ્યનો અત્યાર સુધીનો સરેરાશ 125 ટકા વરસાદ...
5. રાજ્યમાં ભારે વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ...ઉપરવાસમાં પણ પડી રહેલા અવિરત વરસાદને પગલે તમામ..ડેમોમાં પાણીની ભરપૂર આવક...નર્મદા ડેમ, કડાણા ડેમ તેમજ ભાદર અને આજી ડેમ પણ છલકાયાં...પાણીની આવકના પગલે જળસંકટ હાલ પુરતું ટળ્યું
6.ટેલિકોમ કંપનીમાં રોકણના નામે કરોડો ઉઘરાવી લેનારા ભેજાબાજ યુવાનની ધરપકડ કરતી રાજકોટ પોલીસ.. મફતમાં પેટ્રોલ ભરાવવાની સ્કિમ જાહેર કરીને મહેસાણા અને આસપાસના વિસ્તારના અનેક લોકો પાસેથી દોઢ કરોડ કરતાં વધુ રકમ ઉઘરાવી લેનારી ઠગ કંપનીનો પોલીસે કર્યો પર્દાફાશ...
7)......મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા અમિત પંધાલ
- પંધાલે 52 કિલો વર્ગમાં સાકેન બિબોસિનોવને 3-2થી હરાવ્યો
- ઉઝબેકિસ્તાનના શાખોબીદિન સામે આજે જામશે મુકાબલો