Submitted by ddnews on
1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે કરશે વર્ચ્યુઅલ માધ્યમથી દ્વિપક્ષીય મંત્રણા
2.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ખેતી, ખેડૂત અને ગામડા છે આત્મનિર્ભર ભારતનો આધાર, તેમની મજબૂતીથી જ થશે આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત
3.સંસદમાં પસાર થયેલાં ત્રણ કૃષિ વિધેયકો અને જમ્મુ કાશ્મીર રાજભાષા વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી
4.વિશ્વ પર્યટન દિવસે ગૃહ મંત્રી અમિત શાહે ડેસ્ટિનેશન નોર્થ ઈસ્ટ 2020નું કર્યું ઉદ્ધાટન-કહ્યું, પૂર્વોત્તર વિના ભારત અને ભારતની સંસ્કૃતિ અધૂરી
5.દેશમાં કોરોના રિકવરી રેટમાં ઝડપી વધારો, છેલ્લાં 24 કલાકમાં 92 હજારથી વધુ દર્દી થયા સ્વસ્થ
6.રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નોંધાયા નવા 1 હજાર 411 કેસ, 1 હજાર 231 દર્દીઓ થયા સાજા
7.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકા માટે તાપી, કરજણ, ઉદવહન સિંચાઈ યોજનાને આપી મંજુરી
8.સુરેન્દ્રનગરમાં રૂપિયા 9 કરોડના ખર્ચે તૈયાર થયેલા રિટેનીંગ વોલ ફોર ટ્રેક રસ્તાઓનું ઈ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી