Submitted by ddnews on
1...દેશમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે કેન્દ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય... 100 જેટલી હોસ્પિટલોમાં પીએમ કેયર્સ અંતર્ગત શરૂ કરાશે ઓક્સિજન પ્લાન્ટ.... 50 હજાર મેટ્રીક ટન ઓક્સિજનની આયાત માટે પ્રક્રિયા હાથ ઘરાઇ... સૌથી વધુ કોરોના પ્રભાવિત 12 રાજ્યો માટે ઓક્સિજન સ્ત્રોતોનું કરાયું મેપિંગ....
2...કોવિડ મહામારીને અટકાવતી વિદેશી વેક્સિનને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા દિશા-નિર્દેશ.... રસી નિર્માતા કંપનીની અરજી મળ્યાના 3 દિવસમાં DCGI કરશે નિર્ણય....
3...કોરોના મહામારી વિરૂદ્ધ પ્રતિબંધો થયાં સખ્ત.... દિલ્હીમાં આજે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લાગૂ થશે વિકેન્ડ કર્ફ્યૂ.... જરૂરી સેવાઓ જ રહેશે ચાલુ... ઉત્તર પ્રદેશમાં પણ કોરોના પ્રભાવિત 10 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આદેશ.... રાજસ્થાનમાં પણ આજે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગુ થશે વિકેન્ડ કર્ફ્યૂ...
4... પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોવિડ પ્રોટોકોલના ચૂસ્ત પાલનને લઈને આજે ચૂંટણી પંચની સર્વદળીય બેઠક.... જાહેર થઇ શકે છે નવા દિશા-નિર્દેશ.... પાંચમા તબક્કાની 45 બેઠકો માટેના મતદાનની તૈયારીઓને આખરી ઓપ.... છઠ્ઠા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કાર્ય પૂરજોશમાં... ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની અનેક સ્થળોએ ચૂંટણી સભા...
5...ગુજરાતમાં કોરોના સંક્રમણે વધારી ચિંતા... ગુરૂવારે સૌથી વધુ 8 હજાર, 152 કેસ સાથે 81 દર્દીના મૃત્યુ...જ્યારે 3 હજાર, 23 દર્દીઓ થયા સ્વસ્થ.... અમદાવાદમાં સૌથી વધુ 2,672 કેસ સાથે સ્થિતિ ચિંતાજનક ....સુરતમાં 1,882, વડોદરામાં 486...તો મહેસાણામાં 249 કેસ....રાજ્યની હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત નિવારવા માટે શરૂ કરાયો કંટ્રોલ રૂમ...
6...મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતા વતી ડોક્ટર્સ અને પેરામેડિકલ ફોર્સનો માન્યો આભાર... કહ્યું- अंधेरा छटेगा, सूरज निकलेगा ની માફક કોરોનારૂપી અંધારૂ દૂર થશે અને રાબેતા મુજબનું જીવન પાછું મળશે.. તો મેડિકલ સાથે જોડાયેલ લોકોના પરીશ્રમ અને સેવામાં વ્યક્ત કર્યો વિશ્વાસ..
7..નડિયાદના કમળા ગામના દિવ્યાંગ ખેડૂત બન્યા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ.... ડાયાબિટસ અને હૃદયરોગના દર્દીઓ માટે ઉત્તમ ગણાતા કાળા અને જાંબુડી ઘઉંનું વાવેતર કરી મેળવી રહ્યા છે સારી આવક... ખેડૂતો મિત્રોના માર્ગદર્શનથી 17 વિઘા જમીનમાં ઓછા ખર્ચે મેળવ્યું સાડા ત્રણસો મણનું મબલખ ઉત્પાદન...