Submitted by developer on
HEADLINE 11 AM
1...મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે , અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ......// મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાં પ્રવર્તમાન પૂરની સ્થિતિથી કર્યા વાકેફ..... // પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના, એન.ડી.આર.એફ , એસ.ડી.આર.એફ. ની ટીમો / રાહત અને બચાવ કાર્યમાં લાગી.......// બે હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર ///// તો ગૃહમંત્રી અમિત શાહે પણ મધ્યપ્રદેશમાં પૂરની સ્થિતિની મેળવી જાણકારી
2....સંસદમાં આજે કેટલાક મહત્વના વિધેયકો થશે રજૂ.....// લોકસભામાં NCR અને તેની આસપાસના વિસ્તારમાં / ,,એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનની રચના સંબંધિત વિધેયક ,કરાશે રજૂ....તો રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સિતારમણ જવાબદારી ભાગીદારી સુધારો બિલ 2021, થાપણ વીમો અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન સુધારો 2021 કરશે રજૂ...... /////
3....વિદેશમંત્રી એસ.જયશંકર / ભારત-આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકમાં લેશે ભાગ..... // .કોવિડ-19 મુદ્દે સહયોગ , અને કનેક્ટિવીટી વધારવા / બેઠકનું છે આયોજન //////
4....દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 42 હજાર 625 નવા કેસ......562 લોકોના કોરોનાથી થયા મૃત્યુ.....દેશમાં કુલ સક્રિય કેસ 4 લાખ 10 હજાર 353....દેશમાં દૈનિક નોંધાઈ રહેલ કોરોનાના કેસમાં / 60 ટકા કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં.....તો મંગળવારે દેશભરમાં 62 લાખ 52 હજારથી વધુ કોરોના રસીના અપાયા ડોઝ.....દેશમાં અત્યાર સુધી કુલ 48 કરોડ 52 લાખથી વધુનું રસીકરણ
5... રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર 17 કેસ.. / તો 42 દર્દીઓ થયા સ્વસ્થ.. / અમદાવાદમાં પાંચ, સુરતમાં ત્રણ, અને વડોદરામાં નોંધાયા ત્રણ કેસ.. આજે રાજ્યમાં 3 લાખ , 43 હજાર , એક સોથી વધારે લોકોનું કરવામાં આવ્યું રસીકરણ.. /////
6...આજે મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરાની મુલાકાતે.....સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નારી ગૌરવ દિવસની ઉજવણીનો કરાવશે પ્રારંભ....મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજે 10 હજાર સખી મંડળની 1 લાખ બહેનોને વગર વ્યાજે 100 કરોડનું અપાશે ધિરાણ....વિવિધ વિકાસકાર્યોનું પણ કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
7...ઓસ્ટ્રેલિયા ગુજરાતમાં વેપારની તકો વધારવા રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા આતુર......મંગળવારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની અબોટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે કરી શુભેચ્છા મુલાકાત.....ગુજરાત અને ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો વધુ મજબુત બનાવવા કર્યો પરામર્શ
8....ટોકિયો ઓલમ્પિકથી આવ્યા સારા સમાચાર.....કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલો વજન કેટેગરીની અને દીપક પૂનિયાએ 86 કિલો વજનની કેટેગરીમાં સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ....તો નીરજ ચોપડાએ , ભાલા ફેક પુરુષ વર્ગ સ્પર્ધામાં ફાઈનલમાં મેળવ્યુ સ્થાન....// .ભારતીય મહિલા બોક્સર લવલીના / આજે સેમીફાઈનલમાં ઓગણોસિતેર કિલોગ્રામ કેટેગરી વર્ગમાં / તુર્કીના ,,બુસે-નાજ સુર-મેનેલી સામે / મેદાનમાં ઉતરશે... // તો મહિલા હૉકીમાં ભારત અને આર્જેન્ટિના વચ્ચે / આજે સેમી ફાઈનલ... //////......
9...આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે / ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ..... // બન્ને ટીમો વચ્ચે રમાશે પાંચ ટેસ્ટ મેચ.....// આજે નોટિંગ હામના ,, ટ્રેન્ટ બ્રિજમાં રમાશે પ્રથમ ટેસ્ટ....... // બન્ને ટીમો જીતના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં.....// ક્રિકેટ રસિકોમાં મેચ જોવાની આતુરતા... /