Submitted by developer on
1......ભારતીય બોક્સર લવલીના બોર-ગોહેને / ઓગણસીત્તેર કિલોગ્રામની વેટ કેટેગરીમાં જીત્યો , કાંસ્ય પદક.... // શ્રેષ્ઠ પ્રદર્શન છતાં સેમીફાઈનલમાં તુર્કીના બુસેનાજ સુરમેલીએ આપી હાર....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંસ્ય પદક માટે લવલીનાને પાઠવ્યા અભિનંદન......તો કુસ્તીબાજ રવિ દહિયાએ 57 કિલો વજન કેટેગરીની અને દીપક પૂનિયાએ 86 કિલો વજનની કેટેગરીમાં સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ...જ્યારે મહિલા હૉકીમાં ભારત અને આર્જેન્ટિના વચ્ચે આજે સેમી ફાઈનલ..
2...મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે , અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ......// મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યમાં પ્રવર્તમાન પૂરની સ્થિતિથી કર્યા વાકેફ..... // પ્રભાવિત વિસ્તારો શિવપુરી,શ્યોપુર,દતિયા,ગ્વાલિયર,ગુના અને મુરૈનામાં NDRF અને SSDRFનું રાહત-બચાવકાર્ય તેજ.....5 હજાર 950 લોકોનું કરાયુ સ્થળાંતર....ગૃહમંત્રી અમિત શાહે પણ મધ્યપ્રદેશમાં પૂરની સ્થિતિની મેળવી જાણકારી
3....આજે સંસદના બન્ને ગૃહોમાં વિપક્ષોનો હોબાળો....રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત......સંસદમાં આજે કેટલાક મહત્વના વિધેયકો થશે રજૂ.....// લોકસભામાં NCR અને તેની આસપાસના વિસ્તારમાં / ,,એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનની રચના સંબંધિત વિધેયક ,કરાશે રજૂ....તો રાજ્યસભામાં જવાબદારી ભાગીદારી સુધારો બિલ 2021, થાપણ વીમો અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન સુધારો 2021 કરશે રજૂ......
4....વિદેશમંત્રી એસ.જયશંકર / ભારત-આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકમાં લેશે ભાગ..... // .કોવિડ-19 મુદ્દે સહયોગ , અને કનેક્ટિવીટી વધારવા / બેઠકનું છે આયોજન //////
5....દેશભરમાં યુદ્ધસ્તરે ચાલી રહ્યુ છે કોરોના રસીકરણ અભિયાન...મંગળવારે દેશભરમાં 62 લાખ 52 હજારથી વધુ કોરોના રસીના અપાયા ડોઝ.....દેશમાં અત્યાર સુધી કુલ 48 કરોડ 52 લાખથી વધુનું રસીકરણ....દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 42 હજાર 625 નવા કેસ......562 લોકોના કોરોનાથી થયા મૃત્યુ.....દેશમાં કુલ સક્રિય કેસ 4 લાખ 10 હજાર 353....સૌથી વધુ મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાઈ રહ્યા છે દૈનિક કેસ
6... રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર 17 કેસ.. / તો 42 દર્દીઓ થયા સ્વસ્થ.. / અમદાવાદમાં પાંચ, સુરતમાં ત્રણ, અને વડોદરામાં નોંધાયા ત્રણ કેસ.. આજે રાજ્યમાં 3 લાખ , 43 હજાર , એક સોથી વધારે લોકોનું કરવામાં આવ્યું રસીકરણ.. /////
7...આજે મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરાની મુલાકાતે.....સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નારી ગૌરવ દિવસની ઉજવણીનો કરાવ્યો પ્રારંભ....મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજે 10 હજાર સખી મંડળની 1 લાખ બહેનોને વગર વ્યાજે 100 કરોડનું અપાશે ધિરાણ....વિવિધ વિકાસકાર્યોનું પણ કર્યું લોકાર્પણ-ખાતમુહૂર્ત
8...શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે દ્વારકાની લીધી મુલાકાત...મંગળા આરતીના દર્શન કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવ્યુ શીશ.....ગુજરાત અને દેશ કોરોના મુક્ત બને તેમજ ગુજરાતમાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરુ થાય તે માટે ભગવાન દ્વારકાધીશને કરી પ્રાર્થના..
9....આજે ભારતીય શેરબજાર ખુલતા જ શાનદાર તેજી.....સેન્સેક્સે ઐતિહાસિક 54 હજારની વટાવી સપાટી.....સેન્સેક્સમાં 500 અંકના વધારા સાથે થઈ રહ્યો છે કારોબાર....તો નિફ્ટીએ 100 અંકના વધારા સાથે 16 હજારની સપાટી વટાવી.......HDFC, ટાટા સ્ટીલ, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, કોટક મહિન્દ્રાના શેર્સમાં તેજી...
10...આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે / ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ..... // બન્ને ટીમો વચ્ચે રમાશે પાંચ ટેસ્ટ મેચ.....// આજે નોટિંગ હામના ,, ટ્રેન્ટ બ્રિજમાં રમાશે પ્રથમ ટેસ્ટ....... // બન્ને ટીમો જીતના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં.....// ક્રિકેટ રસિકોમાં મેચ જોવાની આતુરતા..
