Skip to main content
Settings Settings for Dark

વિશ્વ આદિવાસી દિવસઃ બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું કરાયું ખાતમુહૂર્ત | Mid Day News | 09-08-2021

Live TV

X
Gujarati

1. નર્મદાના રાજપીપળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી.....બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું કર્યું ખાતમુહૂર્ત....મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, આઝાદીના સંગ્રામમાં ગુજરાતના વનબંધુઓના બલિદાનને દેશ ક્યારેય નહીં ભૂલે....

2. અમરેલીના સાવરકુંડલા નજીક મોડી રાત્રે ગોઝારા અકસ્માતમાં 8 લોકોના કમકમાટી ભર્યા મોત...બેકાબૂ બનેલી ક્રેન ઝુપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત....મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો શોક....રાજ્ય સરકારે મૃતકના પરિવારને ચાર લાખની સહાયની કરી જાહેરાત ....

3. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કરશે અધ્યક્ષતા....દરિયાઇ સુરક્ષા, અંતરરાષ્ટ્રીય સહયોગ સહિતના મુદ્દા પર થશે ચર્ચા....વીડિયો કોન્ફ્રંસિંગના માધ્યમથી યોજાનારી સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ લેશે ભાગ....

4. સંસદના બંને ગૃહમાં વિપક્ષનો હોબાળો યથાવત્...રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત....તો, લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ ગોલ્ડ બદલ નીરજ ચોપડા અને બ્રોન્ઝ બદલ બજરંગ પુનિયાને આપી શુભેચ્છા...આજે લોકસભામાં ઓબીસી સાથે જોડાયેલું બિલ કરાશે રજૂ...

5. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના નવા 35 હજાર 499 કેસ...તો, 39 હજાર 686 દર્દી થયા સાજા...રિકવરી રેટ પણ વધીને પહોંચ્યો 97.40 ટકા પર....ગઇકાલે  16 લાખ 11 હજાર  લોકોને અપાઇ વેક્સીન...કુલ વેક્સીનેશનનો આંક 50 કરોડ 86 લાખને પાર....તો, ગુજરાતમાં રવિવારે નવા 25 કેસ સામે 14 દર્દી થયા સાજા...

6. કોરોના સંક્રમણ ઘટતા અલગ-અલગ રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા યથાવત્.....દિલ્લીમાં આજથી સપ્તાહિક બજાર શરૂ....તો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આંશિક રૂપે ખુલશે શાળાઓ...તમિલનાડુમાં આજથી નવા દિશા-નિર્દેશ લાગુ....કેરલમાં રસીકરણ અભિયાનને બનાવાશે તેજ...તો, હરિયાણામાં 23 ઓગસ્ટ અને ગોવામાં 16 ઓગસ્ટ સુધી લંબાવાયું કોરોના કફર્યૂ...

7. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ..... પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉમટ્યા ભાવિ ભક્તો...કોરોનાની ગાઇડલાઇન સાથે શ્રદ્ધાળુંઓ કરી રહ્યાં છે ભોળેનાથના દર્શન.....હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા શિવમંદિરો...

8. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની પોઝિટિવ શરૂઆત....માર્કેટ ખુલતા જ સેનસેક્સમાં 250 પોઇન્ટનો ઉછાળો....આઇટી શેરમાં લેવાલીના કારણે શેયરમાર્કેટ ગ્રીન ઝોનમાં....સેનસેક્સે વટાવી 54 હજાર 500ની સપાટી તો, નિફ્ટી 16 હજાર 300ને પાર..
 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply