Submitted by developer on
1... તાલિબાને કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની ઘેરાબંધીની સાથે જ અફઘાનિસ્તાન પર કર્યો કબજો... કહ્યું લડાઈ થઈ સમાપ્ત.. રાષ્ટ્રપતિ અશરફ ગની સહિતના નેતાઓએ દેશ છોડીને કર્યુ પલાયન... ભારતીય વિદેશ મંત્રાલય અફઘાનિસ્તાનમાં રહેતાં હિંદુ, શીખ સમુદાયના સંપર્કમાં.. કહ્યું, જે હિંદુ, શીખ અફઘાનિસ્તાન છોડવા માંગે છે તેમને ભારત લાવવામાં કરવામાં આવશે મદદ...
2... કેરળમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું 237 કરોડ રૂપિયાનું કોવિડ પેકેજ.. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કેરળમાં કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા... રવિવારે કેરળમાં નોંધાયા હતાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ... જ્યારે દેશમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 32 હજાર 937 નવા કેસ - 417 લોકોના થયા મૃત્યુ...
3... કોરોના રસીકરણમાં ગુજરાત દેશમાં મોખરે... અત્યાર સુધીમાં 4 કરોડ નાગરિકોએ કરાવ્યું રસીકરણ... તો બીજી લહેર દરમિયાન કોરોનાની સારવાર માટે પરિવર્તિત કરાયેલ રાજ્યભરની હોસ્પિટલ્સની તમામ કામગીરી ફરી કરવામાં આવી શરૂ... નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામ લોકોને રસી લેવા માટે કરી અપીલ..
4... ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો... ગઈકાલે માત્ર એકજ દિવસ માં ૧૦.૩ કરોડ યુનિટસ પૂરા પડાયા... ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું, ગત વર્ષે ૯.૩ કરોડ દૈનિક વીજ વપરાશ યુનિટસ કરતા આ વખતે એક કરોડ યુનિટનો કરાયો વધારો...
5... ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રાની શરૂઆત.. નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીઓ દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આ યાત્રાની કરી શરૂઆત.. કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાએ અમદાવાદથી , દર્શનાબેન જરદોશે કરમસદથી અને દેવુસિહ ચૌહાણે અંબાજીથી કરાવ્યો યાત્રાનો શુભારંભ...
6... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકસમાં દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓ સાથે કરી મુલાકાત... વિજેતા ખેલાડીઓને પ્રધાનંત્રીએ કર્યા સન્માનિત..
7... કૃતજ્ઞ રાષ્ટ્ર આજે ભારતરત્નથી સન્માનિત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીજીની ત્રીજી પૂણ્યતિથિએ કરી રહ્યું છે નમન... રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી રાજનેતાઓએ નવી દિલ્હીમાં તેમના સમાધિ સ્થળ સદૈવ અટલ પર અર્પી શ્રદ્ધાંજલિ...
8... બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ગુજરાતમાં ફરી સક્રિય થશે ચોમાસું... 17થી 23 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના... 17 અને 18મી ઓગસ્ટે અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી..
9... ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 272 રનનો ટાર્ગેટ.. બુમરાહ અને શમીએ 9મી વિકેટ માટે નોંધાવી 89 રનની પાર્ટનરશિપ... તો વર્ષ 1982 બાદ લોર્ડ્સમાં 9મી વિકેટ માટે ઈન્ડિયન ટીમે નોંધાવી 50 રનથી વધુની ભાગીદારી..