Submitted by developer on
1. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સુરક્ષિત પરત લાવવા ભારત સરકારના પ્રયાસો. આજે અફઘાનિસ્તાનથી વધુ 146 લોકોને લવાશે ભારત..હજુ 400થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા..
2. અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા અમેરિકા શરૂ કરશે કોમર્શિયલ વિમાન. કાબુલથી પોતાના નાગરિકોને પરત લાવવા બ્રિટનના પણ પ્રયાસો. કાબૂલ એયરપોર્ટ પર અફરાતફરીનો માહોલ. અફઘાનિસ્તાનના 3 જિલ્લામાં તાલિબાનીઓને ખદેડવા ઘર્ષણ. 300થી વધુ તાલિબાની માર્યા ગયા હોવાનો રિપોર્ટમાં દાવો.
3. કેંદ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે આજે આઝાદીના અમૃત મહોત્સવ અંર્તગત આઇકોનિક સપ્તાહનો કરાશે પ્રારંભ.નવા ભારતની અદભૂત યાત્રાની જોવા મળશે ઝલક. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ ચહેરાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બહુમૂલ્ય યોગદાનને કરાશે યાદ.
4. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહના આજે નરૌરામાં ગંગાઘાટ પર કરાશે અંતિમ સંસ્કાર.અંતિમ દર્શન માટે અતરૌલી પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે અર્પણ કરી શ્રદ્ધાંજલિ. અહલ્યાબાઇ સ્ટેડિયમ ખાતે અંતિમ દર્શન માટે રખાયો પાર્થિવ દેહ.
5. 160 દિવસ બાદ દેશમાં ઘટ્યા કોરોનાના કેસ. 24 કલાકમાં નોંધાયા 25 હજાર 72 દર્દી.જ્યારે 155 દિવસ બાદ સક્રિય કેસ ઘટીને 3 લાખ 33 હજાર પર પહોંચ્યા...નવા કેસમાંથી 40 ટકા કેસ એકલા કેરલમાં.
6.. દેશમાં અત્યાર સુધી 58 કરોડ 25 લાખ લોકોને અપાઇ વેક્સીન..જ્યારે ગુજરાતમાં ચાર કરોડથી વધુ લોકોને અપાયો પહેલો ડોઝ..રાજ્યમાં ગઇકાલે કોરોનાના નવા 15 કેસ સામે 17 દર્દી થયા સાજા.રિકવરી રેટ થયો 98.76 ટકા.
7.રાજ્ય સરકારે તબીબી અધ્યાપકોને આપી ભેટ. રાજ્ય સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો અને GMERSની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપક,તબીબોને સાતમાં પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની આરોગ્ય મંત્રી નીતિન પટેલની જાહેરાત...
8. રાજ્ય સરકારની 'સ્કીમ ઓફ ડેવલોપિંગ હાઇ ક્વાલિટી રિસર્ચ' યોજના પીએચડીના વિદ્યાર્થીઓ માટે બની આશીર્વાદ રૂપ. પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 140 વિદ્યાર્થી પૈકી 134 વિદ્યાર્થીઓએ લીધો લાભ.દર મહિને 15 હજારનું અપાય છે સ્ટાઇપેન્ડ..તો વર્ષે ખર્ચ પેટે 20 હજાર સુધીની સહાય.
9. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે સોમનાથ મંદિરમાં દર્શન માટે ઉમટી રહ્યાં છે ભક્તો...મહિસાગરનું પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર હર-હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું..તો, જામનગરના શિવાલયોમાં વિશેષ પૂજા-અર્ચના.
10. વિશ્વ અંડર ટ્વેન્ટી એથલેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતને મળ્યો સિલ્વર મેડલ... લાંબી કુદમાં શૈલી સિંહે મારી બાજી..ચાલુ વર્ષે ભારતે જીત્યો ત્રીજો મેડલ...તો,આવતીકાલથી ટોક્યોમાં પેરાઓલંપિકનો થશે પ્રારંભ. ભારત વતી પહેલીવાર 54 ખેલાડીઓ લઇ રહ્યાં છે ભાગ.