Submitted by developer on
1... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી જલિયાવાલા બાગના નવા અને ભવ્ય પુન: નિર્માણ પામેલ પરિસરનું કર્યુ લોકાર્પણ... સંગ્રહાલય સહિત બનાવાયેલી આધુનિક સુવિધાઓનું પણ કર્યુ લોકાર્પણ... પ્રધાનમંત્રીએ કહ્યુ, ગુરુકૃપાથી તકલીફો સામે પણ અફ્ધાનિસ્તાનથી લોકોની સાથે જ શ્રી ગુરુગ્રંથ સાહેબને પણ લવાયા છે સ્વદેશ.. દેશના વિભાજનનો પણ પ્રધાનમંત્રીએ કર્યો ઉલ્લેખ.. કહ્યુ, દેશ હજુ પણ તેનો દર્દ અનુભવી રહ્યો છે...
2.. કેન્દ્રીય ગૃહમંત્રાલયે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો ને, કોરોના પ્રોટોકોલ નું પાલન કરવા અંગે કર્યા નિર્દેશ.. ગૃહ સચિવે ,પત્ર લખીને કહ્યુ, તહેવારો દરમિયાન ભીડ ન થાય તે માટે રાજ્ય સરકારો ઉઠાવે પગલા.. તો બીજી તરફ દેશમાં ચાલી રહેલાં , કોરોના રસીકરણના મહાઅભિયાન માં સર્જાયો , વધુ એક વિક્રમ... એક જ દિવસમાં 1 કરોડ 3 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ.. . તો છેલ્લાં , 24 કલાકમાં નોંધાયા દેશ માં , કોરોનાના નવા 46 હજાર 759 કેસ,... આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતના પ્રવાસે.. ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને કરશે રિલીઝ...
3..રાજ્યમાં સતત ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ.. છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા માત્ર 10 કેસ... તો 14 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત...તો આ સાથે જ રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.76 ટકાને પાર.. તો બીજી તરફ આજે 4 લાખ 32 હજાર 39 લોકોને અપાઈ કોરોનાની રસી.. અત્યાર સુધી રાજ્ય 4 કરોડ 54 લાખથી વધુ અપાયા વેક્સિનના ડોઝ
4.. કેન્દ્રીય ગૃહમંત્રી, અમિત શાહ આજથી , ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે .. આજે અમદાવાદ ક્લેક્ટર કચેરી ખાતે , અધિકારીઓ સાથે યોજી બેઠક.. બેઠકમાં ગાંધીનગર લોકસભાના વિકાસ કામોની કરી સમીક્ષા .. સાથે જ, સરકારી યોજનાઓને ઝડપથી લોકો સુધી પહોંચાડવા ,કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી ,તાકીદ..
5--- દેશના કરોડો જરૂરિયાતમંદ લોકોને આર્થિક રાહત આપતી કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ જન-ધન યોજનાના 7 વર્ષ પૂર્ણ.. તમામ લોકો સુધી બેન્કિગ સુવિધા પુરી પાડવાના હેતુથી, 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો કરાવ્યો હતો શુભારંભ...
6--- કાબુલ હુમલાને લઈને અમેરિકાએ કરી મોટી કાર્યવાહી... અફઘાનિસ્તાનના નાગર-હર પ્રાંતમાં આતંકવાદી સંગઠન ISIS-K પર કર્યો ડ્રોન હુમલો... ISIS-K પરના હુમલામાં ષડયંત્રકારીના મોતનો પણ અમેરિકાએ કર્યો દાવો... સાથે જ અમેરિકાએ કાબુલ એરપોર્ટ પરથી લોકોને હટી જવા માટે કરી તાકીદ... તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રધાનમંત્રી સાથે અફઘાનિસ્તાનની પ્રવર્તમાન સ્થિતિ મુદ્દે કરી વાત...
7.. પાણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, પીવાના પાણી ઉપર જ હવે કરવામાં આવશે ધ્યાન કેન્દ્રીત.. હાલ સિંચાઈનું પાણી નહીં છોડવામાં આવે.. પીયત વાળા વિસ્તારોમાં મળી રહેશે પાણી.. નર્મદામાં પાણી છોડવાનું રહેશે યથાવત...
8.. પાંચ કરોડ રૂપિયાનાં ખર્ચે, ચોટિલામાં બનશે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું મ્યુઝિયમ... મેઘાણીની 125મી જયંતિ અંતર્ગત ગાંધીનગર ખાતે , મહાત્મા મંદિરમાં યોજાયેલા , 'કસુંબીનો રંગ ઉત્સવ' કાર્યક્રમ દરમિયાન , મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત... રાજ્યભરમાં સાહિત્ય પ્રેમીઓ સહિત , લોકોએ ઉજવણી કરીને ઝવેરચંદ મેઘાણીને કર્યા યાદ..
9.. ટોકિયો પેરાલિમ્પિલમાં ગુજરાતની દિકરી અને ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલનું શાનદાર પ્રદર્શન... ફાઈનલમાં રજત પદક કર્યો પાક્કો, તો હવે સુવર્ણ પદક માટે ઉતરશે મેદાનમાં.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શુભકામનાઓ..