Submitted by developer on
1 ત્રણ દેશોની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે ક્રોએશિયાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય ચર્ચામાં લેશે ભાગ.\તો સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રી સાથે કરી મુલાકાત - જ્યારે યુરોપીયન સંઘ સાથે ભારતના સંબંધો અંગે કરી ચર્ચા - સાથે જ અફઘાનિસ્તાન સહિત ભારત પ્રશાંત ક્ષેત્ર અંગે પણ કરી વાતચીત.\
2 આસામમાં પૂરની પરિસ્થિતિમાં આવ્યો આંશિક સુધારો.\ પૂરપીડિતોની સંખ્યા ઘટીને 5 લાખથી ઓછી થઈ... તો બિહારમાં હજી પણ પૂરની સ્થિતિ ચિંતાજનક.\40 લાખથી વધુ પૂર અસરગ્રસ્તોને મદદ કરવા માટેની કામગીરી પૂરજોશમાં....
3 આરોગ્ય મંત્રાલયે કહ્યું, જૂનની સરખામણીએ દેશમાં સંક્રમિત જિલ્લાઓમાં થઈ રહ્યો છે ઘટાડો,પણ સતર્કતા જરૂરી.. દેશમાં રસીકરણનું મહાઅભિયાન પહોંચ્યું 67 કરોડને નજીક... તો છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયા 45 હજાર 352 નવા કેસ સામે 34 હજાર 791 દર્દીઓ થયાં સ્વસ્થ... કેરળ હજી પણ ચિંતાની બાબત..
4 રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર ઘટાડો યથાવાત... ગુરૂવારે કોરોનાના નોંધાયા માત્ર ૧૦ કેસ- જયારે 12 દર્દીઓ થયા સાજા... તો રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહેલાં રસીકરણ અંતર્ગત ગઈકાલે 7 લાખ ૨૩ હજાર ૯૮૦ લોકોનું કરાયું રસીકરણ
5 12 માં ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું યજમાન રાજ્ય બનશે ગુજરાત - સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિફેન્સ એક્સપો-ર૦રરની તૈયારીઓ અંગે યોજી સમીક્ષા બેઠક - તો ડિફેન્સ એક્સપો-ર૦રર માટે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન અને ગુજરાત સરકાર વચ્ચે સંપન્ન થયા એમ.ઓ.યુ
6 કેવડિયા ખાતે ચાલી રહેલી ત્રિ-દિવસીય પ્રદેશ ભાજપ કારોબારી બેઠકનું આજે થશે સમાપન. બેઠકના બીજા દિવસે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રહ્યાં હતાં ઉપસ્થિત.,કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં આતંકવાદ પર કસવામાં આવી લગામ - તો હથિયાર ઉત્પાદન ક્ષેત્રે દેશ બની રહ્યો છે આત્મનિર્ભર...
7 ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીયોનું શાનદાર પ્રદર્શન યથાવત... પેરાએથ્લિટ પ્રવીણકુમારે પુરૂષોની ઉંચી કુદમાં મેળવ્યો રજત પદક .\ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પાઠવ્યાં અભિનંદન.. પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં દેશને મળ્યા કુલ 11 મેડલ..
8 નવા રેકોર્ડની સપાટીએ ખુલ્યું શેરબજાર.ભારતીય શેરબજારમાં પહેલી વખત સેન્સેક્સે 58 હજારની સપાટી વટાવી.તો નિફ્ટીએ પણ 17 હજારની સપાટી કૂદાવી.., RIL અને HDFC લાઈફ જેવા શેર્સમાં જોવા મળી ચમક...