Submitted by developer on
1.... આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની , હવામાન વિભાગ ની આગાહી - સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અને રાજકોટમાં વરસી શકે છે ભારે વરસાદ - 2જી ઓક્ટોબર સુધી માછીમારોને , દરિયો નહીં ખેડવા સૂચના - વાવાઝોડાની આગાહીના પગલે આજે કચ્છ ના કંડલા, મુન્દ્રા, જખૌ , અને માંડવી બંદર ઉપર ,, ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ.. - તો વહીવટી તંત્ર બન્યું સાબદું
2. ગુજરાતના 22 જિલ્લામાં 14 સ્ટેટ હાઈવે અને 1 નેશનલ હાઈવે સહિત 164 રસ્તા બંધ - દ્વારકાના કલ્યાણપુર પંથકના જામ રાવલ ગામે ,, વર્તું 2 ડેમનું પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ - જામ રાવલમાં એક જ પરિવારના 11 લોકોનું ,, એનડીઆરએફની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ - તો મોરબી જિલ્લામાં છ ડેમ ઓવરફ્લો - જ્યારે ભાવનગરનો રંઘોળા ડેમ છલકાયો
3. ગુજરાત ATSએ મેળવી મોટી સફળતા - વર્ષ 2006 કાલુપુર રેલ્વે સ્ટેશન બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો આરોપી બારામુલાથી ઝડપાયો - તો 108 કિલો ચરસના જથ્થાને રાજ્યમાં મોકલનાર શખ્સની અનંતનાગથી કરાઈ ધરપકડ.
4. આજે રાજ્યભરમાં જનઆશીર્વાદ યાત્રાનો થયો પ્રારંભ - આગામી 7મી ઓક્ટોબર સુધી નવનિયુક્ત 24 મંત્રીઓ લેશે રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત - કેબીનેટ મંત્રી નરેશ પટેલે સુરત જિલ્લાની લીધી મુલાકાત - તો મહિલા અને બાળકલ્યાણ રાજ્ય મંત્રી મનીષા વકીલે લીધી મહિસાગર જિલ્લાની મુલાકાત - આદિજાતિ વિભાગના રાજ્ય મંત્રી નિમિષા સુથારનું છોટાઉદેપુરમાં કરાયું ભવ્ય સ્વાગત
5. આરોગ્ય ક્ષેત્રને મજબુત કરવા માટે કેન્દ્ર સરકારની રાજસ્થાનને મોટી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ,, ચાર નવી મેડિકલ કોલેજનો કર્યો શિલાન્યાસ,.. કહ્યું આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ માટે ,, સરકારની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત ,, અને આયુષ્માન ભારત ડીજીટલ મિશન છે. પ્રમુખ ઘટક - તો પ્રધાનમંત્રીએ પેટ્રોકેમિકલ પ્રૌદ્યોગિકી સંસ્થાનું કર્યું ઉદ્ઘાટન.
6. આરોગ્ય મંત્રાલયે કહ્યું, દેશમાં સક્રિય કેસોમાં સતત થઇ રહ્યો છે ઘટાડો - તો દેશના કુલ સક્રિય કેસના 52 ટકા કેસ માત્ર કેરળમાં- દેશના 69 વયસ્ક લોકોએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ - તો કુલ વસ્તીના 36 ટકા શહેરી તો 64 ટકા ગ્રામ્ય ક્ષેત્રોમાં હાથ ધરાયું રસીકરણ - જ્યારે ગુજરાતમાં 86 ટકા લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ, તો 38 ટકા લોકો બીજો ડોઝ લઇ બન્યા સુરક્ષિત
7. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નોંધાયા 23 હજાર 529 નવા કેસ - દેશમાં નોંધાયેલા કુલ કેસના 50 ટકા કેસ માત્ર કેરળમાં - 28 હજાર 718 દર્દીઓ થયા સાજા - તો બુધવારે ગુજરાતમાં નોંધાયા કોરોનાના 20 નવા કેસ- દેશમાં કોવિડ-19ના વેક્સિનેશનનો આંક ,, 88 કરોડને પાર ..
8. ગુજરાત પોલીસની નવતર અને માનવીય પહેલ... પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થતાં ડોગ માટે ,, રાજ્યના પ્રથમ સેન્ટરની આણંદ જિલ્લામાં કરાઈ સ્થાપના... રાજ્યના દરેક જિલ્લાના પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થતાં શ્વાનની કરાશે , ખાસ દેખભાળ... ડોગ સેન્ટરની સ્થાપના માટે ,, આણંદ પોલીસ અને કામધેનુ યુનિવર્સીટી સાથે કરાયા ,, પાંચ વર્ષના એમઓયુ...