Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
Gujarat Rain | PM | AMIT SHAH | G20 |Amarnath Yatra 2023 |Samachar@11AM | 01-07-2023 | DD News Skip to main content
Settings Settings for Dark

Gujarat Rain | PM | AMIT SHAH | G20 |Amarnath Yatra 2023 |Samachar@11AM | 01-07-2023

Live TV

X
Undefined

રાજ્યમાં વ્યાપક વરસાદને પગલે મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે લીધી મુલાકાત. જામનગર, જુનાગઢ, કચ્છમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન પર થયેલી અસર અંગે મેળવી વિગતવાર માહિતી..

રાજ્યના 200 તાલુકામાં મેઘમહેર.. વિસાવદરમાં ખાબક્યો સાડા પંદર ઇંચ વરસાદ..જામનગરમાં દસ ઇંચ વરસાદ પડતાં  જળબંબાકારની સ્થિતિ...કચ્છના અંજારમાં નવ ઇંચ.. તો દક્ષિણ ગુજરાતને પણ ઘમરોળ્યું..નવસારીના ખેરગામમાં સાડા આઠ ઇંચ વરસાદ..

જૂનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા..શાપુર ગામ બન્યું સંપર્ક  વિહોણું..જામનગરમાં  પણ જળબંબાકારની સ્થિતિ... રાજ્યના જળાશયોમાં થઈ  નવા નીરની આવક..તાપીના સોનગઢમાં  ડોસવાડા ડેમ ઓવર ફ્લો અમદાવાદના  વાસણા ડેમના સાત દરવાજા ખોલાયા..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ,ફોન પર કરી વાતચીત.. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ, પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દે થઈ ચર્ચા.. પીએમ મોદીએ સંવાદ અને કૂટનીતિની જરૂરિયાત પર આપ્યો ભાર..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા ઉન્મૂલન મિશનનો કરશે પ્રારંભ.. પ્રધાનમંત્રી ,શહડોલ જિલ્લાના પકરિયા ગામના લોકો સાથે કરશે સંવાદ .. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા સડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી આ કાર્યક્રમમાં થશે સહભાગી..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય સહકારી કોંગ્રેસનું કરશે ઉદ્ઘાટન.. દેશના સહકારી આંદોલનના વિકાસ માટે ભવિષ્યની નીતિ તૈયાર કરવાનો છે સંમેલનનો ઉદ્દેશ..

પવિત્ર શ્રીઅમરનાથ યાત્રા આજથી જમ્મુ કશ્મીરના બાલતાલ અને પહલગામથી થઈ શરૂ.. 62 દિવસ સુધી ચાલનારી આ પવિત્રયાત્રા માટે કરાવાઇ છે સુરક્ષાની કડક વ્યવસ્થા..

દેશના અત્યારસુધીના સૌથી મોટા અપ્રત્યક્ષ કર સુધારો GST ને લાગુ થવાના 6 વર્ષ થયા પૂર્ણ.. 1 જુલાઇ 2017 માં GST લાગુ થયા બાદ સરકારની આવક વધી.. ટેક્સની ચોરી રોકવામાં પણ મળી મદદ..

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત.. એક લકઝરી બસમાં આગ લાગતા 25 મુસાફરોના મોત.. બે લોકો ઘાયલ.. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો શોક.. મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત..

ભારતના સ્ટાર ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનો વધુ એક રેકોર્ડ.. ડાઈમંડ લીગમાં પુરુષોની ભાલાફેંક સ્પર્ધામાં  87.66 મીટર ભાલો ફેંકી જીત્યો ખિતાબ..

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply