અત્યારસુધીમાં 3604 શ્રમિક ટ્રેનથી શ્રમિકોને ગૃહરાજ્ય પહોંચાડ્યા
Live TV
-
શ્રમિકોના આરોગ્યની તપાસ અને સેનિટાઇઝેશનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે
દેશમાં પ્રવાસી શ્રમિકોને શ્રમિક ટ્રેનની મદદથી તેમના ગૃહરાજ્ય પહોંચાડવાની કામગીરી જારી છે. આ કાર્યવાહી દરમિયાન શ્રમિકોના આરોગ્યની તપાસ અને સેનિટાઇઝેશનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ભારતીય રેલવેએ આપેલી જાણકારી મુજબ અત્યારસુધીમાં 3 હજાર 604 શ્રમિક ટ્રેનની મદદથી 48 લાખથી વધુ શ્રમિકને ગૃહરાજ્ય પહોંચાડવામાં આવ્યા છે. રેલવે દ્વારા 74 લાખ લોકોને ફુડપેકેટની વહેંચણી થઇ છે તો 1 કરોડ પાણીની બોતલનું વિતરણ થશે. 12મે થી રેલવે દિલ્હીને જોડતી 15 વિશેષ। ટ્રેન દોડાવી રહી છે. પહેલી જૂનથી વધુ 200 ટ્રેન દોડાવવાની યોજના છે.
