અમદાવાદઃ ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ INIFD ના સ્ટુડન્ટ દ્વારા ફેશન ડિઝાઇન શો નું કરાયું આયોજન
Live TV
-
અમદાવાદઃ ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ INIFD ના સ્ટુડન્ટ દ્વારા ફેશન ડિઝાઇન શો નું કરાયું આયોજન
અમદાવાદ શહેરની ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટયૂટ INIFD ના સ્ટુડન્ટ દ્વારા ફેશન ડિઝાઇન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના 25 વર્ષ પુરા થતા તેના ઉપક્રમે સ્ટુડન્ટ દ્વારા આ ખાસ ફેશન ડિઝાઇન ઇવેન્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્ટુડન્ટ્સ દ્વારા ગાર્ડન થીમ પર ક્રિએટિવ આઉટ ફિટ્સ ડિઝાઇનના વસ્ત્રો તૈયાર કરીને રેમ્બો કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ સ્ટુડન્ટ્સ દ્વારા હરિયાળી પ્રકૃતિ અને ગાર્ડનની થીમ પર આઉટ ફીટ તૈયાર કર્યા હતા. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં હરિયાળી પ્રકૃતિને બચાવવા માટે, નેચર કંજર્વેશનનો મેસેજ આપવાનો હતો. વિદ્યાર્થીઓએ પ્રકૃતિના સંરક્ષણનો સંદેશો આપવા માટે નોન ટેક્સટાઇલ ગારમેન્ટ અને નોન વુવન શીટ્સ તેમજ પેપર માંથી વસ્ત્રો તૈયાર કર્યા હતા અને કુદરતી સૌંદર્યની ડિઝાઇન તૈયાર કરી હતી. વિશ્વની ફેશન ડિઝાઇન ઇન્ડસ્ટ્રીઝમાં ભારતીય યુવાઓની ખાસ માંગ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે યુવાઓ માટે અને ખાસ કરીને મહિલાઓ માટે આ સૌથી વધુ રોજગારી તેમજ સ્ટાર્ટ માટેનું ક્ષેત્ર બની રહ્યું હોવાનું INIFD ના MD એસ. ભણશાલીએ જણાવ્યું હતું.