Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: પ્લાઝમા ટેકનિકલ સારવાર માટે પ્રથમ દાતા બન્યા સ્મૃતિ ઠક્કર

Live TV

X
  • દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોનાવાયરસ દર્દીઓની સારવાર માટે પ્લાઝમા ટેકનીક કારગત નીવડી રહી છે જેમાં કોરોના ગ્રસ્ત કોઈ દર્દી સ્વસ્થ થઈ જાય ત્યારબાદ તેના બ્લડમાં થી પ્લાઝમા લેવામાં આવે છે અને જે તે ચોક્કસ બ્લડ ગ્રુપના કોરોનાવાયરસ ના દર્દીને પ્લાઝમા આપી કોરોના ની સારવાર થઇ શકે છે ત્યારે ગુજરાતમાં પ્રથમ પ્રયાસમાં ડોનર એક યુવતી બની છે જેનું નામ સ્મૃતિ ઠક્કર છે, જે કોરોના પોઝિટિવ થયા પછી સફળ સારવાર બાદ સ્વસ્થ થઇ છે ત્યારે પ્લાઝમા ટેકનિકલ સારવાર માટે સ્મૃતિ સૌ પ્રથમ પોતાનું બ્લડ આપવા તૈયાર થઈ ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્મૃતિ પોતાનું બ્લડ આપીને નારીશક્તિની તાદ્રશ્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્મૃતિના બ્લડ માંથી એન્ટીબોડી કાઢી કોરોનાવાયરસ દર્દીને સારવાર કરવામાં આવશે પ્લાઝમા ટેકનિક માટે હવે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા પણ મંજૂરી મળી ગઈ છે ત્યારે આ થેરાપી અંગે વધુ લોકો જાગૃત થાય અને કોરોનાવાયરસ દર્દીઓ જે હવે સ્વસ્થ થઈ ગયા છે તેઓ પોતાનું બ્લડ આપી સાચી માનવતા આપે જેથી કરીને કોરોના ની ઝડપી સારવાર થાય

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply