અમરેલીના ઇશ્વરીયા ગામના ખેડૂતોની અનોખી પહેલ
Live TV
-
અમરેલીના ઇશ્વરીયા ગામે ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરી ખેડૂત સારી કમાણી કરી રહ્યા છે. ઇશ્વરીયા ગામમાં જ ખેડૂતે દેશી શેરડીનુ વાવેતર કર્યુ અને ગામમાં જ તેના રસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ફુદીનો, આદુ,લીંબુ તથા અનાનસ એમ કરીને સાત ફ્લેવરમાં શેરડીના રસનુ વેચાણ કરે છે. રોજની 30 મણ શેરડીનું પિલાણ અને વેચાણ પણ કરવામાં આવે છે. ગામમાંથી જ સારી આવક મળી રહેતી હોવાથી ખેડૂતે શેરડી વેચવા બજારમાં જવુ પડતુ નથી. દેશમાં ઓર્ગનિક વસ્તુઓનું ચલણ વધ્યું છે ત્યારે ખેડુઓ દ્વારા આ પહેલ ખુબ જ સરાહનીય છે. લોકો આ પહેલથી ખુબ જ ખુશ થઇ રહ્યા છે અને ઓર્ગનિક શેરડીની ખેતી કરી ખેડૂતોએ એક નવો પ્રયાસ હાથ ધર્યો છે. અને આ શેરડીનું તેમજ શેરડીના રસનું સારું એવું વેચાણ પણ થઇ રહ્યું છે.
