Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીમાં રક્ષાબંધન નિમિત્તે 'રાખી મેળો' યોજાયો, સખી મંડળોને રોજગારી મળી

Live TV

X
  • અરવલ્લીમાં રક્ષાબંધન નિમિત્તે 'રાખી મેળો' યોજાયો, સખી મંડળોને રોજગારી મળી

    રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં મહિલાઓને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 'રાખી મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે આયોજિત આ મેળામાં સખી મંડળોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.

    આ મેળામાં, જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સખી મંડળોની મહિલાઓ દ્વારા બનાવેલી સુંદર રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે. રાખડીઓ ઉપરાંત, મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી અન્ય ઘરગથ્થુ ઉપયોગી ચીજવસ્તુઓ પણ આ સ્ટોલ પર ઉપલબ્ધ છે.

    સરકારી સહાયથી મહિલાઓ આત્મનિર્ભર બની

    આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું કે સરકાર દ્વારા તેમને વિવિધ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે, જેનાથી તેઓ આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બની રહી છે. આવા મેળાના આયોજનથી તેમને પોતાનો માલ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાની તક મળે છે, જેના કારણે તેમની કમાણીમાં વધારો થાય છે. આ પહેલથી સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળી રહ્યું છે અને ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply