આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત- હવામાન વિભાગ
Live TV
-
રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી થોડો પણ વરસાદ વરસ્યો નથી. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો
રાજ્યમાં મેઘરાજા હાથ તાળી આપીને જતા રહ્યા હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી થોડો પણ વરસાદ વરસ્યો નથી. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છ જિલ્લામાં 6.27 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ જિલ્લામાં 15.42 ટકા, બનાસકાંઠામાં 16.43 ટકા, મહેસાણામાં 15.05 ટકા, સાબરકાંઠામાં 21.98 ટકા, અરવલ્લીમાં 21.98 ટકા અને ગાંધીનગરમાં 16.55 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 12.55 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ નહિંવત વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડામાં 20.60 ટકા, આણંદમાં 20.57 ટકા, વડોદરામાં 22.48 ટકા, મહિસાગરમાં 21.18, પંચમહાલમાં 30.05 ટકા, દાહોદમાં 25.98 ટકા વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓને બાદ કરતા અન્ય જિલ્લાઓમાં સાવ સામાન્ય વરસાદ વરસ્યો છે. ઓછા વરસાદ કારણે ધરતી પુત્રોની ચિંતા વધી છે. જો કે રાજ્યમાં આજે કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેના કારણે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં વાદળછાયું વાતાવરણ થતાં લોકોને તડકાથી રાહત મળી હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંતા સરકારે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. જો કે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.
