આચાર્યે ઑનલાઈન ભણી ન શકે તેવા બાળકો સુધી પુસ્તકો પહોંચાડ્યા
Live TV
-
કોરોના મહામારીને કારણે સાત મહિનાથી શિક્ષણકાર્ય બંધ છે. ત્યારે રાજકોટ શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 93 ના મહિલા આચાર્યએ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ ફેલાય તેવો નવતર પ્રયોગ કર્યો છે.
આચાર્ય વનીતાબેન રાઠોડે જે બાળકો શાળાએ નથી આવી શકતા તેમજ ઓનલાઈન કલાસમાં નથી જોડાઈ શકતા તેવા વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ પુસ્તકો પહોંચાડ્યા છે.
આ વિતરણ કાર્યમાં તેઓ રોજના ત્રણ કલાક ફાળવે છે. વિદ્યાર્થીઓએ પણ જે પુસ્તક વાંચ્યું હોય તેનો ટૂંકો સાર શાળાના વોટ્સએપ ગ્રુપમાં મોકલવાનો રહે છે. એ રીતે બાળકના વાંચનની પ્રગતિનો અહેવાલ પણ મળી રહે છે. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ વનીતાબેનના આ અભિગમને આવકારી રહ્યા છે.
