આજે વર્લ્ડ થાઈરોઈડ દિવસ, હાઇપર થાઇરોઇડ - હાઇપો થાઇરોડિ એમ બે પ્રકાર
Live TV
-
દુનિયામાં દર વર્ષ 25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ દિવસ મનાવવામા આવે છે. આ દિવસે થાઈરોડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામા આવે છે, આ દિવસ ઉજવવાની શરૂઆત પુરોપિયન થાયરોઈડ એસોસિએશને અને અમેરિકાના થાયરોઈડ એસોસિએશને સૌથી પહેલા 25 મે 2008થી શરૂ કરી હતી. વિશ્વ થાઇરોઇડ દિવસ 2023 ની થીમ 'તમારા બ્લડ પ્રેશરને ચોક્કસ રીતે માપો, તેને નિયંત્રિત કરો અને લાંબું જીવો' છે. થાઇરોઇડ એક નાની ગ્રંથી છે તેનો પતંગિયા જેવો આકાર હોય છે, તે ગરદનના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય દરને અંકુશિત કરવાનું છે. થાઈરોઈડના શરૂઆતમાં લક્ષણો ભયજનક દેખાતા નથી, પરંતુ જો કાળજી લેવામાં ન આવે તો તે વધુ ગંભીર પરિણામ લાવી શકે છે. થાઈરોડ બે પ્રકારે થાય છે, હાઇપરથાઇરોઇડ અને બીજો હાઇપોથાઇરોડિઝ.
હાઇપરથાઇરોઇડિઝમ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે થાઇરોઇડ વધુ પડતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આના કારણે શરીરની મેટાબોલિઝમ્સ વધી થાય છે, જેના પરિણામે લોકો સામાન્ય રીતે ધીમે ધીમે વજન ઘટવું, ઓવરહિટીંગ, હૃદયન ધડકન વધવી, થાક અને અન્ય લક્ષણોનો અનુભવ થાય છે.
હાઇપોથાઇરોડિઝમ ત્યારે સર્જાય છે જ્યારે થાઇરોઇડ ખૂબ ઓછા હોર્મોન ઉત્પન્ન કરે છે. જેના કારણે, શરીરનું ચયાપચય ધીમો પડી જાય છે જેનાથી લોકોને સ્થૂળતા, શરદી, થાક, માનસિક અસ્થિરતા અને અન્ય લક્ષણોનો સામનો કરવો પડે છે.
