Skip to main content
Settings Settings for Dark

આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

Live TV

X
  • આપણી પૃથ્વીને સ્વસ્થ રાખવામાં નર્સો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું સમર્પણ અને કરુણા અનુકરણીય છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં પણ તેમના અસાધારણ કાર્ય માટે તમામ નર્સિંગ સ્ટાફની આપણી પ્રશંસાને પુનરાવર્તિત કરવાનો દિવસ છે. 

    શું છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવાનો ઇતિહાસ?

    દર વર્ષે 12 મેના રોજ ફ્લોરેન્સ નાઈટિંગેલની જન્મજયંતિ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે જ નોબેલ નર્સિંગ સેવાની શરૂઆત કરી હતી. ફ્લોરેન્સ નાઈટિંગલ બ્રિટિશ પરિવારમાં 12મી મે 1820ના રોજ જન્મ્યા હતાં. તેમની સેવા ભાવનાને લોકો આજે પણ યાદ કરે છે. 1860માં તેમણે સેન્ટ ટોમસ હોસ્પિટલ અને નર્સો માટે નાઈટિંગલ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરી હતી. આ દિવસને પહેલીવાર ઉજવવાનો પ્રસ્તાવ અમેરિકાના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કલ્યાણ વિભાગના અધિકારી ડોરોથી સુદરલેન્ડે મૂક્યો હતો. આ પ્રસ્તાવ 1953માં મૂકાયો હતો. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સે 1974માં ઇન્ટરનેશનલ નર્સ ડે ઉજવવાની જાહેરાત કરી હતી. તે દરમિયાન ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ દ્વારા નર્સોને કિટનું વિતરણ કરવાનું કામ કરવામાં આવ્યું હતું.

    આ વર્ષની આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ છે 'અવર નર્સ, અવર ફ્યુચર' છે. જેનો અર્થ થાય છે આપણી નર્સો, આપણું ભવિષ્ય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply