આજે 21મી જુલાઈ રવિવારના રોજ ગુરુપૂર્ણિમાના મહાપર્વની થઈ રહી છે ઉજવણી
Live TV
-
આજે 21મી જુલાઈ રવિવારના રોજ ગુરુપૂર્ણિમાના મહાપર્વની થઈ રહી છે ઉજવણી
આજે 21મી જુલાઈ રવિવારના રોજ ગુરુ પૂજનનો મહાપર્વ છે. ગુરુપૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મ લગભગ 3 હજાર વર્ષ પહેલાં અષાઢી પૂર્ણિમાના દિવસે થયો હતો. મહર્ષિ વેદવ્યાસ વેદ શીખવનાર પ્રથમ હતા, તેથી તેમને હિંદુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ગુરુપૂર્ણિમાનો આ તહેવાર મહર્ષિ વેદ વ્યાસને સમર્પિત છે. આ જ કારણ છે કે ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શિક્ષક એટલે એ જ નહીં જેમણે તમને શિક્ષા રુપી જ્ઞાન આપ્યું..પરંતુ તમારા જીવનના ઘડતરમાં જેમનો અમુલ્ય ફાળો રહ્યો છે તેવા વ્યક્તિને પણ આ દિવસે પુજનીય ગણવામાં આવે છે..ત્યારે યાત્રાધામ અંબાજી અને પાવાગઢ ખાતે આજે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા છે. ગુરૂ પૂર્ણિમાએ ગુરૂ અને આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે.
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુજરાતના અનેક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે.