Skip to main content
Settings Settings for Dark

આજે 4 ફેબ્રુઆરીના રોજ 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2024 યોજાઈ

Live TV

X
  • આજે 4 ફેબ્રુઆરીના રોજ 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2024 યોજાઈ

    આજે ચોથી ફેબ્રુઆરીના રોજ 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા સાંસ્કૃતિક વિકાસ બોર્ડ તેમજ જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 532 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને 494 સ્પર્ધકો હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં ગુજરાત સહિત અન્ય રાજ્યો હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના ખેલાડીઓએ પણ મેદાન માર્યું છે. જેમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ ૩૩.૫૯ મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે આવી છે. આ ઉપરાંત જુનિયર ભાઈઓમાં એક કલાક બે મિનિટ અને 30 સેકન્ડ ના સમયમાં જુનિયર ભાઈઓમાં હરિયાણાના વિકાસ પ્રથમ ક્રમે આવ્યા છે. હરિયાણાના રાહુલ 58.26 મિનિટના સમય સાથે સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેમજ જુનિયર બહેનોમાં ગુજરાતી જશુ ગજેરા 36.25 મિનિટ ના સમય સાથે પ્રથમ ક્રમે આવી હતી.

    કોળી જ્ઞાતિની વાડીમાં આ પ્રસંગે સ્પર્ધા બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવા સાંસ્કૃતિક વિભાગના વડા મ્યુનિસિપાલટી ના મેયર ગીતાબેન પરમાર, કલેકટર અનિલ રાણા, વસિયા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ તેમજ ધારાસભ્ય રાજેશભાઈ કોરડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply